ફેક વીડિયો વિવાદ મામલે બાગલકોટમાં એક જાહેર સભાને સંબોધિત કરતી વખતે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૉંગ્રેસ પર તેમના અવાજ સાથે AIનો ઉપયોગ કરીને ફેક વીડિયો બનાવવાનો આરોપ મૂક્યો છે, તેમણે જનતાને આ ફેક વીડિયોને રિપૉર્ટ કરવા માટેની અપીલ પણ કરી. "હું સોશિયલ મીડિયા પર કામ કરું છું. દુનિયામાં સોશ્યિલ મીડિયા પર જેમના સૌથી વધુ ફોલોઅર્સ છે, મોદી તેમાં ટોપ પર છે. સમાજ સાથે જોડાવા માટે મેં તેનો સકારાત્મક ઉપયોગ કર્યો છે. પરંતુ જે લોકો ચૂંટણી હાર્યા છે, આ લોકો નકલી વીડિયો બનાવી રહ્યા છે અને AIનો ઉપયોગ કરીને મારા અવાજમાં વીડિયો બનાવી રહ્યા છે. હું તમને અપીલ કરું છું કે આવી વસ્તુઓ તમે જ્યાં જુઓ ત્યાં રિપૉર્ટ કરો, તેમને પાઠ ભણાવવામાં આવશે. મધ્યપ્રદેશની ચૂંટણીમાં અમિતાભ બચ્ચનના અવાજમાં એવી વાતો ચાલી હતી કે તેમણે ફરિયાદ નોંધાવવી પડી હતી..."