લોકસભા ચૂંટણી ૨૦૨૪ દરમિયાન, ગૃહ પ્રધાન અમિત શાહે ભાજપના લોકસભા ઉમેદવાર માધવી લતાના સમર્થનમાં પહેલી મેના રોજ હૈદરાબાદમાં રોડ શો કર્યો હતો. આ કાર્યક્રમમાં પક્ષના સમર્થકોની ભારે ભીડ ઉમટી પડી હતી. માધવી લતાને બીજેપીએ હૈદરાબાદ મતવિસ્તારમાંથી મેદાનમાં ઉતાર્યા છે, જ્યાં તે AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી સામે ચૂંટણી લડી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી ૨૦૨૪ના ચોથા તબક્કા દરમિયાન તેલંગાણાની ૧૭ બેઠકો પર ૧૩ મેના રોજ મતદાન થશે.