Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ૧૨૦ મીટર લાંબી ઝિપલાઇનનું લૉક ખૂલી જતાં માતાપિતાની નજર સામે દીકરો ૪૫ ફુટ નીચે પટકાયો

૧૨૦ મીટર લાંબી ઝિપલાઇનનું લૉક ખૂલી જતાં માતાપિતાની નજર સામે દીકરો ૪૫ ફુટ નીચે પટકાયો

Published : 26 May, 2026 12:36 PM | IST | Firozabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદના પંકજ અગ્રવાલ નામના બંગડીઓના વેપારી રવિવારની રજા માણવા માટે આગરાના તાજગંજમાં આવેલી ચોપાટી ગયા હતા. અહીં ઝિપલાઇનની રાઇડ જોઈને દીકરા કુણાલે ઝિપલાઇનિંગ કરવાની જીદ કરી.

૧૨૦ મીટર લાંબી ઝિપલાઇનનું લૉક ખૂલી જતાં માતાપિતાની નજર સામે દીકરો ૪૫ ફુટ નીચે પટકાયો

૧૨૦ મીટર લાંબી ઝિપલાઇનનું લૉક ખૂલી જતાં માતાપિતાની નજર સામે દીકરો ૪૫ ફુટ નીચે પટકાયો


ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદના પંકજ અગ્રવાલ નામના બંગડીઓના વેપારી રવિવારની રજા માણવા માટે આગરાના તાજગંજમાં આવેલી ચોપાટી ગયા હતા. અહીં ઝિપલાઇનની રાઇડ જોઈને દીકરા કુણાલે ઝિપલાઇનિંગ કરવાની જીદ કરી. પહેલાં થોડીક આનાકાની પછી માતાપિતા તૈયાર થઈ ગયાં. ચોપાટીમાં ૧૨૦ મીટર લાંબી અને ૪૫ ફુટ ઊંચી ઝિપલાઇન છે. કુણાલ ખૂબ ઉત્સાહથી એ ઍડ‍્વેન્ચર રાઇડ માટે ગયો હતો. જોકે તે ઝિપલાઇન પર જસ્ટ ૧૦ મીટર જ આગળ વધ્યો હશે ત્યાં ઝિપલાઇનનું લૉક તૂટી જતાં તે નીચે ફંગોળાયો હતો. ફંગોળાઈને નજીકના પ્લૅટફૉર્મને ભટકાઈને તે જમીન પર પટકાયો હતો. નીચે ઊભેલાં માતા-પિતા દીકરાને પડતો જોવા સિવાય કંઈ કરી ન શક્યાં. નીચે કોઈ સેફ્ટી-નેટ પણ નહોતી કે ફોમના ગાદલાની પણ કોઈ સગવડ નહોતી. કુણાલ નીચે પટકાયો ત્યારે હજી તેના શ્વાસ ચાલી રહ્યા હતા, પરંતુ તેને ડૉક્ટર પાસે લઈ જવાય એ પહેલાં જ તેણે દમ તોડી દીધો હતો. 


Whatsapp-channel Whatsapp-channel

26 May, 2026 12:36 PM IST | Firozabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK