Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ૧૦ વર્ષ સુધી સાચવેલી ગ્રિલ્ડ ચીઝ સૅન્ડવિચ ૨૩ લાખ રૂપિયામાં વેચાઈ

૧૦ વર્ષ સુધી સાચવેલી ગ્રિલ્ડ ચીઝ સૅન્ડવિચ ૨૩ લાખ રૂપિયામાં વેચાઈ

Published : 28 March, 2026 01:26 PM | IST | Florida
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગ્રિલિંગની પ્રોસેસ દરમ્યાન બ્રેડ પર જે બ્લૅક અને બ્રાઉન ઝાંય પડી હતી એમાં વર્જિન મૅરીની આકૃતિ ઊપસી હોય એવું જણાતું હતું

૧૦ વર્ષ સુધી બગડી ન હોય એવી વર્જિન મૅરીની આકૃતિ ધરાવતી સૅન્ડવિચનું તાજેતરમાં ઑક્શન થયું

અજબગજબ

૧૦ વર્ષ સુધી બગડી ન હોય એવી વર્જિન મૅરીની આકૃતિ ધરાવતી સૅન્ડવિચનું તાજેતરમાં ઑક્શન થયું


દુનિયામાં અજાયબીઓ ક્યારે અને ક્યાં જોવા મળશે એ કોઈને ખબર નથી. અમેરિકાના ફ્લૉરિડામાં રહેતી ડાયના ડ્યુસરના જીવનમાં બે અજાયબીઓ બની હતી. એક ઘટના બની હતી ૧૦ વર્ષ પહેલાં અને એની સાથે જ સંકળાયેલી બીજી ઘટના તાજેતરમાં બની. ૧૦ વર્ષ પહેલાં તેણે પોતાના માટે એક સામાન્ય ગ્રિલ્ડ ચીઝ સૅન્ડવિચ બનાવી હતી. તમને થશે કે સૅન્ડવિચ બનાવી એમાં વળી શું નવાઈ? સાચી વાત છે. દર પળે વિશ્વમાં લાખો લોકો આવી સૅન્ડવિચ બનાવતા હશે અને ખાતા હશે. જોકે ડાયનાએ ૧૦ વર્ષ પહેલાં જે ગિલ્ડ સૅન્ડવિચ બનાવી એ ખાસ હતી. તેણે સૅન્ડવિચની એક બાઇટ ખાધી અને ત્યાં જ તેની નજર પડી કે ગ્રિલિંગની પ્રોસેસ દરમ્યાન બ્રેડ પર જે બ્લૅક અને બ્રાઉન ઝાંય પડી હતી એમાં વર્જિન મૅરીની આકૃતિ ઊપસી હોય એવું જણાતું હતું. તરત જ તેણે આ પવિત્ર આત્માના આશીર્વાદ લીધા અને આને કોઈ પવિત્ર સંકેત માનીને સૅન્ડવિચ ખાવાનું પડતું મૂકીને એને સાચવી રાખવાનું નક્કી કર્યું. આ એક અજાયબી જોઈને ઍરટાઇટ પ્લાસ્ટિક કન્ટેનરમાં ડાયનાએ સૅન્ડવિચ મૂકી દીધી. બીજી અજાયબી એ છે કે આ વાતને ૧૦ વર્ષ વીતી ગયાં હોવા છતાં એ જરાય બગડી નથી. ૧૦ વર્ષ સુધી બગડી ન હોય એવી વર્જિન મૅરીની આકૃતિ ધરાવતી સૅન્ડવિચનું તાજેતરમાં ઑક્શન થયું. એ હરાજીમાં સૅન્ડવિચ ૨૩ લાખ રૂપિયામાં વેચાઈ.


Whatsapp-channel Whatsapp-channel

28 March, 2026 01:26 PM IST | Florida | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK