મંદિરના પ્રાંગણમાં પૂર્ણિમાની રાતે આ દીવડાથી જાયન્ટ શિવલિંગની રચના કરવામાં આવી હતી.તામિલ પરંપરામાં કરુપ્પસામીને શક્તિશાળી ગ્રામદેવતા અને રક્ષક માનવામાં આવે છે.
દીવડાથી જાયન્ટ શિવલિંગની રચના
તામિલનાડુના કોઇમ્બતુર જિલ્લાના ઓન્નીપલયમ ગામમાં આવેલાં ૨૦૦ વર્ષ જૂના એલાઈ કરુપ્પસામી મંદિરમાં કારતક પૂર્ણિમાની ઉજવણી દરમ્યાન દીપોત્સવ થયો હતો. એમાં ૧૦૦૮ ભક્ત પરિવારોએ મળીને ૧,૦૮,૦૦૦ દીવડા પ્રગટાવ્યા હતા. મંદિરના પ્રાંગણમાં પૂર્ણિમાની રાતે આ દીવડાથી જાયન્ટ શિવલિંગની રચના કરવામાં આવી હતી.તામિલ પરંપરામાં કરુપ્પસામીને શક્તિશાળી ગ્રામદેવતા અને રક્ષક માનવામાં આવે છે.
