Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > કર્ણાટકમાંથી મળી આવી હજારો વર્ષ જૂની રાવણની ૩૫ મૂર્તિઓ

કર્ણાટકમાંથી મળી આવી હજારો વર્ષ જૂની રાવણની ૩૫ મૂર્તિઓ

Published : 24 July, 2026 04:31 PM | IST | Mandya-Mysore
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કર્ણાટકના માંડ્યા અને મૈસુર જિલ્લામાં ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ દરમિયાન રાવણની 35 પ્રાચીન મૂર્તિઓ મળી આવી છે. આ શોધને રામાયણ અને મહાભારત કાળ સાથે જોડાતા દાવાઓને નવી ચર્ચા મળી છે.

કર્ણાટકમાંથી મળી આવી હજારો વર્ષ જૂની રાવણની ૩૫ મૂર્તિઓ

કર્ણાટકમાંથી મળી આવી હજારો વર્ષ જૂની રાવણની ૩૫ મૂર્તિઓ


રામાયણ અને મહાભારત કાળ સાથેનું કનેક્શન કર્ણાટકના માંડ્યા-મૈસુર વિસ્તારમાંથી મળ્યું છે. ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ ખાતાના એક અભ્યાસ દરમ્યાન દુર્લભ અને પ્રાચીન મૂર્તિઓ મળી આવી હતી. કર્ણાટકના માંડ્યા અને મૈસુર જિલ્લાની ત્રણેક સાઇટ રામાયણ કાળ સાથે સંકળાયેલા પુરાવાઓ ધરાવે છે. એવું કહેવાય છે કે રામાયણના સમયનાં શિલ્પો અહીં દટાયેલાં છે. અહીંથી અલગ-અલગ સાઇટ્સ પરથી કુલ ૨૩ રાવણની મૂર્તિઓ મળી છે. આ વિસ્તારમાં ઑલરેડી રાવણનું એક મંદિર છે અને એ વિસ્તારમાં લોકો રાવણને ભગવાનની જેમ પૂજે છે ત્યારે આસપાસમાંથી રાવણની સદીઓ જૂની મૂર્તિઓ મળી આવતાં સ્થાનિકોની આસ્થા વધુ દૃઢ થઈ રહી છે. 


Whatsapp-channel Whatsapp-channel

24 July, 2026 04:31 PM IST | Mandya-Mysore | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK