તેમણે હિટલરને નાઝી સ્ટાઇલમાં સૅલ્યુટ કરતા હોય એવો ફોટો પડાવ્યો હતો
અજબ ગજબ
હિટલરની તસવીર
જર્મનીમાં બીજા વિશ્વયુદ્ધ પહેલાં હિટલરનો જન્મદિન રાષ્ટ્રીય ઉત્સવ તરીકે મનાવવામાં આવતો હતો, પણ હવે યુરોપના વિવિધ દેશોમાં હિટલરનો જન્મદિન મનાવવો ગુનો ગણાય છે. હિટલરનો જન્મ ૨૦ એપ્રિલે ઑસ્ટ્રિયામાં થયો હતો. એ દિવસે ચાર જર્મન વ્યક્તિએ હિટલરના જન્મસ્થળે ગુલાબનાં ફૂલ મૂકીને શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યાર બાદ તેમણે હિટલરને નાઝી સ્ટાઇલમાં સૅલ્યુટ કરતા હોય એવો ફોટો પડાવ્યો હતો. એ પછી એ ચારેય જણની પોલીસે ધરપકડ કરી હતી.