આ સંસ્થાએ શરૂ કરેલો કોકણી ગીતોનો મૅરથૉન કાર્યક્રમ ૩ નવેમ્બરે શરૂ થયેલો અને ૧૫ નવેમ્બરે પૂરો થયો. ૧૨ દિવસ, ૧૨ કલાક અને ૧૨ મિનિટ સુધી નૉન-સ્ટૉપ ગીતો રજૂ કરીને મંડ સોભાન સંસ્થાએ પહેલો વર્લ્ડ કોંકણી મ્યુઝિક મેગા કન્વેન્શનનો ઇતિહાસ રચ્યો હતો.
કોકણી ગીતોનો રેકોર્ડ
કર્ણાટના મૅન્ગલોરમાં મંડ સોભાન નામની એક સાંસ્કૃતિક કાર્યક્રમો કરતી સંસ્થા છે. આ સંસ્થાએ તાજેતરમાં અકલ્પનીય કહેવાય એવો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે. આ સંસ્થાએ શરૂ કરેલો કોકણી ગીતોનો મૅરથૉન કાર્યક્રમ ૩ નવેમ્બરે શરૂ થયેલો અને ૧૫ નવેમ્બરે પૂરો થયો. ૧૨ દિવસ, ૧૨ કલાક અને ૧૨ મિનિટ સુધી નૉન-સ્ટૉપ ગીતો રજૂ કરીને મંડ સોભાન સંસ્થાએ પહેલો વર્લ્ડ કોંકણી મ્યુઝિક મેગા કન્વેન્શનનો ઇતિહાસ રચ્યો હતો. મૅન્ગલોરના ટાઉન હૉલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ૪૫૦૦ યુનિક કોકણી ગીતો રજૂ થયાં. એ માટે ૩૦૦ ટીમો બનાવવામાં આવી હતી અને એમાં કુલ ૬૭૮૯ સિંગરોએ ભાગ લીધો હતો.
રવિવારે સાંજે આ સમારોહનું સમાપન થયું ત્યારે જ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડનું સર્ટિફિકેટ મંડ સોભાનના અધ્યક્ષ લુઇ જે. પિન્ટોને આપવામાં આવ્યું હતું. આ પહેલાં વડતાલની હરિકૃષ્ણ કીર્તન યજ્ઞ સંસ્થાએ ૨૦૨૪માં ૧૧ દિવસ, ૧૧ કલાક અને ૧૧ મિનિટનો નૉન-સ્ટૉપ કીર્તનોનો રેકૉર્ડ બનાવ્યો હતો. મૅન્ગલોરમાં આ રેકૉર્ડ તૂટ્યો હતો.
