લોકો આ પગલાને સત્તા સામે વ્યક્તિની આઝાદીના એક તીવ્ર પ્રતિકાર તરીકે વધાવી રહ્યા છે.
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
ઈરાનમાં હિજાબ ન પહેર્યો હોય એવી મહિલાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે એક ફીમેલ ઍથ્લીટે જાહેરમાં સાહસિક પર્ફોર્મન્સ કરીને સત્તા સાથે સીધી ટક્કર ઝીલી હોવાનું જોવા મળ્યું હતું. સોશ્યલ મીડિયા પર વાઇરલ એક વિડિયોમાં ઈરાનના રસ્તાઓ પર એક મહિલા જબરદસ્ત જિમ્નૅસ્ટિક્સ કરતી જોવા મળે છે. આવું કરવું મહિલાઓ માટે કાયદાનું ઉલ્લંઘન તો છે જ, પણ આ કૃત્ય માટે તે મહિલાની ધરપકડ અને ભારે હેરાનગતિ પણ થઈ શકે છે. લોકો આ પગલાને સત્તા સામે વ્યક્તિની આઝાદીના એક તીવ્ર પ્રતિકાર તરીકે વધાવી રહ્યા છે.


