Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > એક બાળકી પોતાની રૂમમાં મૉન્સ્ટરના અવાજ સાંભળીને ડરી ગઈ: દીવાલ તોડતાં જ ૫૦,૦૦૦ મધમાખીઓ ઊડી

એક બાળકી પોતાની રૂમમાં મૉન્સ્ટરના અવાજ સાંભળીને ડરી ગઈ: દીવાલ તોડતાં જ ૫૦,૦૦૦ મધમાખીઓ ઊડી

04 May, 2024 01:57 PM IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જોકે બાળકીની ફરિયાદ બંધ ન થઈ ત્યારે તેના પેરન્ટ્સે રૂમમાં તપાસ કરતાં માળિયામાં ઢગલેબંધ મધમાખી જોવા મળી હતી.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

અજબગજબ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


બાળકો ઘણી વાર બીજાની વાતો સાંભળીને કે ફિલ્મોમાં જોઈને મૉન્સ્ટર જેવી વસ્તુને રિયલ માનવા માંડે છે. માતા-પિતા પણ બાળકનો કાલ્પનિક ડર દૂર કરવા તેને સમજાવે છે. નૉર્થ કૅરોલિનામાં ત્રણ વર્ષની બેબીએ તેનાં મમ્મી-પપ્પાને કહ્યું કે તેની રૂમમાં મૉન્સ્ટર્સ છે અને તેને વિચિત્ર અવાજ સંભળાય છે. એશલી નામની યુવતીએ તેની દીકરીને સમજાવી કે મૉન્સ્ટર ન હોય. તેનો ડર દૂર કરવા ફેક મૉન્સ્ટર સ્પ્રે પણ લગાવ્યો હતો. જોકે બાળકીની ફરિયાદ બંધ ન થઈ ત્યારે તેના પેરન્ટ્સે રૂમમાં તપાસ કરતાં માળિયામાં ઢગલેબંધ મધમાખી જોવા મળી હતી.

પેસ્ટ કન્ટ્રોલની ટીમે થર્મલ કૅમેરા વડે શોધી કાઢ્યું કે બાળકીની રૂમની પિન્ક દીવાલની પાછળ ૫૦,૦૦૦ જેટલી મધમાખીઓનું ઘર છે. દીવાલ પર હથોડો મારતાં જ મધમાખીનાં ટોળેટોળાં નીકળવા લાગ્યાં અને દીવાલમાંથી મધ બહાર આવી ગયું. એશલીએ કહ્યું કે આ મધ કાળું હતું અને એ લોહી જેવું દેખાતું હતું.


Whatsapp-channel Whatsapp-channel

04 May, 2024 01:57 PM IST | Washington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK