Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ગરમીમાં ઠંડકનો અહેસાસ: એક મુંબઈગરાએ ૪૫ દિવસમાં ૩૦૦ આઇસક્રીમનો ઑર્ડર આપ્યો

ગરમીમાં ઠંડકનો અહેસાસ: એક મુંબઈગરાએ ૪૫ દિવસમાં ૩૦૦ આઇસક્રીમનો ઑર્ડર આપ્યો

04 May, 2024 02:49 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુંબઈગરાઓએ ફ્રૂટ-બેઝ્‍ડ આઇસક્રીમનો સૌથી વધુ ઑર્ડર આપ્યો હતો

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

લાઇફમસાલા

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


દેશભરમાં ગરમીનો પારો વધી રહ્યો છે ત્યારે લોકો ઠંડક મેળવવા માટે આઇસક્રીમના એક પછી એક સ્કૂપ ખાલી કરી રહ્યા છે. મુંબઈમાં એક વ્યક્તિએ સ્વિગી પર માત્ર ૪૫ દિવસમાં ૩૦૦થી વધુ આઇસક્રીમનો ઑર્ડર આપ્યો હતો. પાછલા વર્ષની સરખામણીમાં આઇસક્રીમની માગમાં ૧૬ ટકાનો વધારો થયો છે એવું સ્વિગીનો રિપોર્ટ કહે છે. આઇસક્રીમમાં પણ સૌથી લોકપ્રિય ફ્લેવર ચૉકલેટ છે અને ત્યાર બાદ લોકો ટેન્ડર કોકોનટ, બદામ અને ક્લાસિક વૅનિલાનો ઑર્ડર આપી રહ્યા છે.

મુંબઈગરાઓએ ફ્રૂટ-બેઝ્‍ડ આઇસક્રીમનો સૌથી વધુ ઑર્ડર આપ્યો હતો, તો હૈદરાબાદની પહેલી પસંદ નટ્સ આઇસક્રીમ છે. બૅન્ગલોરમાં સૌથી વધુ આઇસક્રીમના ઑર્ડર બ્રેકફાસ્ટ ટાઇમ પર નોંધાયા હતા. આટલી ગરમીમાં પણ આરોગ્ય સાથે સમાધાન ન કરનારા લોકોએ વીગન અને શુગર-ફ્રી આઇસક્રીમનો ઑર્ડર આપ્યો હતો અને ગયા વર્ષ કરતાં એની સંખ્યા ૭૦ ટકા વધી હતી.


Whatsapp-channel Whatsapp-channel

04 May, 2024 02:49 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK