Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > દિવસમાં કેટલા કલાક બેસવું, ઊભા રહેવું, સૂવું અને કસરત કરવી એ વિશે નવું રિસર્ચ શું કહે છે?

દિવસમાં કેટલા કલાક બેસવું, ઊભા રહેવું, સૂવું અને કસરત કરવી એ વિશે નવું રિસર્ચ શું કહે છે?

05 May, 2024 02:21 PM IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જો રોજ આ રૂટીન જાળવવામાં આવે તો શરીર એકદમ ફિટ રહેશે

પ્રતીકાત્મક તસવીર

લાઇફમસાલા

પ્રતીકાત્મક તસવીર


ઑસ્ટ્રેલિયાની એક યુનિવર્સિટીમાં થયેલા રિસર્ચમાં જાણવા મળ્યું છે કે શ્રેષ્ઠ આરોગ્ય માટે રોજ ૪.૨ કલાકની શારીરિક પ્રવૃત્તિ અને ૮.૨ કલાકની ઊંઘ એકદમ જરૂરી છે. જો રોજ આ રૂટીન જાળવવામાં આવે તો શરીર એકદમ ફિટ રહેશે. રોજ ચારેક કલાકની શારીરિક પ્રવૃ‌િત્તમાં જેનો સમાવેશ કરવામાં આવ્યો છે એમાં ઘરમાં રસોઈ બનાવવા જેવાં હળવાં કામ, હળવી કસરત અને વૉકિંગ તથા જિમમાં વર્કઆઉટનો સમાવેશ છે. રોજિંદા રૂટીનમાં છ કલાક બેસવાનું અને ૫.૧ કલાક ઊભા રહેવાનું પણ જણાવવામાં આવ્યું છે. આ અભ્યાસમાં ફાળવાયેલા ચોક્કસ સમયની ગણતરી કરીએ તો દિવસની દસેક મિનિટનો હિસાબ નથી મળતો, પણ વિવિધ પ્રવૃત્તિઓના ટ્રાન્ઝિશનમાં આટલો સમય તો ક્યાંય પણ ચાલી જાય એવું બને.

સ્વિનબર્ન યુનિવર્સિટી ઑફ ટેક્નૉલૉજીની ઇન્ટરનૅશનલ રિસર્ચ ટીમે કુલ ૨૦૦૦ લોકોના રોજના રૂટીનનો અભ્યાસ કર્યા બાદ ઉપરોક્ત તારણ કાઢ્યું હતું. આ લોકો દિવસમાં કેટલા કલાક બેસી રહે છે, કેટલા કલાક ઊભા રહે છે અને કેટલા કલાક સૂઈ જાય છે એ તમામ ચીજોની સ્ટડી કરી હતી અને એના આધારે શ્રેષ્ઠ આરોગ્ય માટેનાં પરિણામો જાહેર કરાયાં હતાં. 


Whatsapp-channel Whatsapp-channel

05 May, 2024 02:21 PM IST | Washington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK