ઇલેક્ટ્રૉનિક વેસ્ટ કચરામાં જઈને ક્યાંય સુધી રીસાઇકલ થયા વિના સડતો રહે એના કરતાં આ કચરો આંખને ઠંડક આપે એવા આર્ટવર્ક તરીકે ઘણો મોટો સંદેશ આપી શકે છે
આ કચરો આંખને ઠંડક આપે એવા આર્ટવર્ક તરીકે ઘણો મોટો સંદેશ આપી શકે છે.
દુનિયામાં કચરો અનેક જાતનો હોય છે. ઇલેક્ટ્રૉનિક ચીજોનો વપરાશ હવે આપણે ત્યાં એટલો વધ્યો છે કે કચરાના ઢગલા થઈ રહ્યા છે. આ કચરો ખૂબ ઝેરી હોય છે અને ઝડપથી રીસાઇકલ પણ નથી થતો. અમેરિકાના ફિલાડેલ્ફિયામાં રહેતો માઇકલ નામનો આર્ટિસ્ટ તાર, સર્કિટ બોર્ડ, ચાવી, ઇલેક્ટ્રૉનિક ડિવાઇસની અંદરના સ્પેરપાર્ટ્સ, કી, ફોનના સ્ક્રૅપમાંથી નીકળેલી ચીજોને ગોઠવીને માણસોનાં પોર્ટ્રેટ બનાવે છે. માઇકલનું કહેવું છે કે મારા આર્ટ થકી ઈ-વેસ્ટની વધતી જતી સમસ્યા બાબતે લોકો જાગ્રત થાય છે. ઇલેક્ટ્રૉનિક વેસ્ટ કચરામાં જઈને ક્યાંય સુધી રીસાઇકલ થયા વિના સડતો રહે એના કરતાં આ કચરો આંખને ઠંડક આપે એવા આર્ટવર્ક તરીકે ઘણો મોટો સંદેશ આપી શકે છે.
