પાર્લમેન્ટમાં ડિજિટલ સુરક્ષાને લગતા કાયદાઓ પર ગરમાગરમ ચર્ચા ચાલી રહી હતી ત્યારે ફાતિમા પોતાની વાત રજૂ કરવા માટે ઊભાં થયાં હતાં.
પાર્લમેન્ટમાં નવજાત શિશુને લઈને સ્પીચ આપી
ઑસ્ટ્રેલિયાનાં સેનેટર ફાતિમા પેમૅન તેમની નાની દીકરીને કાખમાં ઊંચકીને સંસદની કાર્યવાહીમાં સામેલ થયા હોય એવો વિડિયો વાઇરલ થયો છે. કાબુલથી રેફ્યુજી બનીને ઑસ્ટ્રેલિયા આવેલાં ફાતિમાએ નવા દેશમાં આવ્યા પછી પણ પોતાનો પરિવેશ બદલ્યો નથી. અપક્ષ સેનેટર ફાતિમાનું કહેવું છે કે મા બનવાનું જરાય આસાન નથી અને મારું કામ છે દેશની સંસદ થકી વર્કિંગ વિમેનની મુશ્કેલીઓને સરકારના કાન સુધી પહોંચાડવાનું.
પાર્લમેન્ટમાં ડિજિટલ સુરક્ષાને લગતા કાયદાઓ પર ગરમાગરમ ચર્ચા ચાલી રહી હતી ત્યારે ફાતિમા પોતાની વાત રજૂ કરવા માટે ઊભાં થયાં હતાં. એ વખતે તેમના હાથમાં દીકરી ઊંચકેલી હતી. દીકરી શાંતિથી ચારેબાજુનો નજારો નિહાળી રહી હતી અને બીજી તરફ ફાતિમાએ પોતાની વાત પૂરી મક્કમતાથી રજૂ કરી હતી.
ADVERTISEMENT
૩૦ વર્ષનાં ફાતિમાની સંઘર્ષની કહાણી માત્ર સંસદભવનમાં બાળક લાવવા સુધી જ સીમિત નથી. તેમનું જીવન ખરેખર ખૂબ જ સંઘર્ષભર્યું રહ્યું છે. અફઘાનિસ્તાનના કાબુલમાં જન્મેલાં ફાતિમાનું બાળપણ ખૂબ જ હિંસક વાતાવરણમાં વીત્યું હતું. ૮ વર્ષની ઉંમરે રેફ્યુજી બનીને ઑસ્ટ્રેલિયા આવ્યા પછી પણ તેમણે જીવનમાં ખૂબ સંઘર્ષ જોયો. તેમના પિતાએ ટૅક્સી ચલાવીને અને સિક્યૉરિટી ગાર્ડની નોકરી કરીને પરિવારને પોષ્યો હતો. ૨૦૨૨માં ફાતિમાએ ઇતિહાસ રચ્યો હતો અને ઑસ્ટ્રેલિયાની સંસદમાં હિજાબ પહેરનારાં પ્રથમ અને સૌથી યુવા સંસદસભ્ય બન્યાં હતાં.
