Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > પૅરૅશૂટની વચ્ચેથી પસાર થયું પ્લેન, ફાટી ગયેલા પૅરૅશૂટમાં વીંટળાઈ ગઈ હોવા છતાં...

પૅરૅશૂટની વચ્ચેથી પસાર થયું પ્લેન, ફાટી ગયેલા પૅરૅશૂટમાં વીંટળાઈ ગઈ હોવા છતાં...

Published : 26 May, 2026 12:23 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પૅરૅશૂટની વચ્ચેથી પસાર થયું પ્લેન, ફાટી ગયેલા પૅરૅશૂટમાં વીંટળાઈ ગઈ હોવા છતાં સૂઝબૂઝથી પૅરાગ્લાઇડર મહિલાએ જીવ બચાવ્યો

પૅરૅશૂટની વચ્ચેથી પસાર થયું પ્લેન, ફાટી ગયેલા પૅરૅશૂટમાં વીંટળાઈ ગઈ

પૅરૅશૂટની વચ્ચેથી પસાર થયું પ્લેન, ફાટી ગયેલા પૅરૅશૂટમાં વીંટળાઈ ગઈ


ઑસ્ટ્રિયાના આસમાનમાં એક ભયાનક અને રૂંવાડાં ખડાં કરી દે એવી ઘટના ઘટી. આ આખીયે ઘટના પૅરાગ્લાઇડરના કૅમેરામાં કેદ થઈ ગઈ હતી. ૪૪ વર્ષની સબરીના નામની ખૂબ અનુભવી પૅરાગ્લાઇડર આલ્પ્સની પર્વતમાળાઓ પર પૅરાગ્લાઇડિંગ કરી રહી હતી. સબરીના આ પહેલાં પણ કપરા કહી શકાય એવા સંજોગોમાં પૅરાગ્લાઇડિંગ કરી ચૂકી છે, પરંતુ શનિવારે બપોરે તેણે જીવતેજીવ મોતનો દરવાજો જોઈ લીધો હતો. તે હવામાં હજારો મીટર ઊંચે હતી ત્યારે પાછળથી એક વિમાન સડસડાટ આવ્યું અને તેના પૅરૅશૂટની વચ્ચેથી પસાર થઈ ગયું. જોરદાર ટક્કરને કારણે પૅરૅશૂટની રસ્સીઓ તૂટી ગઈ અને કપડું ફાટીને સબરીનાના શરીરને વીંટળાઈ વળ્યું. પૅરૅશૂટ ફાટી જતાં તે ખૂબ ઝડપથી જમીન તરફ નીચે આવવા લાગ્યું. તેની પાસે ઇમર્જન્સી પૅરૅશૂટ હતું, પરંતુ ફાટેલું પૅરૅશૂટ તેને એ હદે વીંટળાઈ ગયું હતું કે પહેલાં તો એમાંથી છૂટવું જરૂરી હતું. એ વિના તે બીજું પૅરૅશૂટ પણ ખોલી શકે અમે નહોતી. ફાટેલા પૅરૅશૂટના કપડામાંથી બહાર આવવાનો સંઘર્ષ ખાસ્સી મિનિટો સુધી ચાલ્યો. આ દરમ્યાન તે ડર અને પૅનિકમાં ચિલ્લાઈ પણ રહી હતી. ઑલમોસ્ટ તે પર્વતની ટોચ પર પટકાવાની અણીએ હતી એ જ ઘડીએ કપડું છૂટ્યું અને તરત જ ઇમર્જન્સી પૅરૅશૂટ ઍક્ટિવેટ કરી શકી. એને કારણે તે જમીન પર જોરથી પટકાવાને બદલે થોડાક કન્ટ્રોલ સાથે પર્વત પર લૅન્ડ થઈ. નજર સામે મોત જોઈ ચૂકેલી સબરીનાએ પહેલાં તો પોતાનો માસ્ક અને ચહેરાની આસપાસની ચીજો દૂર કરી અને ઊંડો શ્વાસ લીધો. જાણે ખાતરી કરતી હોય કે તે હજી જીવે તો છેને. નવાઈની વાત એ છે કે આટલા ભયાનક અકસ્માત પછી પણ તેની સૂઝબૂઝને કારણે સામાન્ય હાથ-પગ છોલાવા સિવાય કોઈ ગંભીર ઈજા થઈ નહોતી. તેણે પોલીસ-કન્ટ્રોલમાં ફોન કરીને મદદ બોલાવી હતી અને હેલિકૉપ્ટર દ્વારા પર્વત પરથી રેસ્ક્યુ કરાઈ હતી.


Whatsapp-channel Whatsapp-channel

26 May, 2026 12:23 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK