Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > કારને બાઇકર ટક્કર મારી ગયો, CEOએ AI ચૅટબૉટ થકી પોલીસ-ફરિયાદ કરીને બાઇકર પાસેથી વળતર મેળવ્યું

કારને બાઇકર ટક્કર મારી ગયો, CEOએ AI ચૅટબૉટ થકી પોલીસ-ફરિયાદ કરીને બાઇકર પાસેથી વળતર મેળવ્યું

Published : 22 September, 2026 01:37 PM | IST | Bengaluru
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બૅન્ગલોરના CEO સિદ્ધાર્થ દયલાણીએ રોડ-રેજમાં કારને નુકસાન થયા બાદ ગૂગલના જેમિનાઇની મદદથી પોલીસ ફરિયાદનો ડ્રાફ્ટ તૈયાર કર્યો. ડૅશકૅમ ફુટેજથી બાઇકરની ઓળખ થઈ અને પોલીસે કાર્યવાહી કરતાં તેણે માફી માગી વળતર ચૂકવ્યું.

AI પોલીસ ફરિયાદ

AI પોલીસ ફરિયાદ


બૅન્ગલોરના સિદ્ધાર્થ દયલાણી નામના એક CEOએ રોડ-રેજની એક ઘટનામાં પોતાની કાર ડૅમેજ થયા પછી એની ફરિયાદ કરીને કેસ લડવા સુધીનું કામ જેમિનાઇ એટલે કે ગૂગલના આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ ચૅટબૉટ પાસે કરાવ્યું હતું. જેમિનાઇએ તેમને ફરિયાદનો ડ્રાફ્ટ બનાવવામાં મદદ કરી. તેમણે ચૅટબોટની મદદથી જ કેસ લડ્યો અને આખરે બાઇકરે માફીનામું લખીને નુકસાનની ભરપાઈ પણ કરી આપી. સિદ્ધાર્થે પોતાનો આ અનુભવ સોશ્યલ મીડિયા પર શૅર કરતાં લખ્યું હતું, ‘થોડા દિવસ પહેલાં બૅન્ગલોરમાં હું રોડ-રેજનો શિકાર થયો. જેમિનાઇએ મને પોલીસમાં ફરિયાદ કરવાનો ડ્રાફ્ટ બનાવવામાં મદદ કરી. જેમિનાઇએ મને પોલીસ પાસેથી એ ફરિયાદ નોંધ્યાની પાવતી મેળવવાનું પણ ભારપૂર્વક કહ્યું હતું. એ મુજબ મેં પોલીસ પાસે આગ્રહ રાખ્યો. એક બાઇકરે ચાલુ કારે જેમતેમ બોલીને મારી કારને કૉર્નર કરીને ઊભી રખાવી અને ગુસ્સામાં સાઇડના દરવાજાને લાત મારી. એ પછી તે બાઇક લઈને કારની આગળ ચલાવવા લાગ્યો અને વારંવાર બ્રેક મારીને ઉશ્કેરતો રહ્યો. જોકે બાઇકરને ખબર નહોતી કે આ આખી ઘટના કારના ડૅશકૅમેરામાં રેકૉર્ડ થઈ રહી છે. એ વિડિયો અને જેમિનાઇની સલાહથી ફરિયાદ કરી. ફુટેજમાં દેખાતા બાઇકના નંબરના આધારે તે બાઇકરની ઓળખ પણ કરી આપી. પોલીસે એ બાઇકરને શોધીને પકડી લીધો અને ક્રિમિનલ કેસની ચેતવણી આપવાથી બાઇકર માફી માગવા અને વળતર ચૂકવવા તૈયાર થઈ ગયો.


Whatsapp-channel Whatsapp-channel

22 September, 2026 01:37 PM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK