Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > એક વર્ષ પહેલાં મૃત્યુ પામેલી મહિલાનું હાડપિંજર તેના જ ઘરમાંથી મળી આવ્યું

એક વર્ષ પહેલાં મૃત્યુ પામેલી મહિલાનું હાડપિંજર તેના જ ઘરમાંથી મળી આવ્યું

Published : 10 August, 2026 06:22 PM | IST | Bengaluru
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બૅન્ગલોરના બાગાલગુંટે વિસ્તારમાં ૫૭ વર્ષની દક્ષાયણીનું હાડપિંજર તેના ઘરમાંથી મળી આવ્યું છે. પોલીસના અનુમાન મુજબ મહિલાનું મૃત્યુ લગભગ એક વર્ષ પહેલાં થયું હતું અને તે એકલી રહેતી હોવાથી લાંબા સમય સુધી કોઈને જાણ થઈ નહોતી.

એક વર્ષ પહેલાં મૃત્યુ પામેલી મહિલાનુંહાડપિંજર તેના જ ઘરમાંથી મળી આવ્યું

એક વર્ષ પહેલાં મૃત્યુ પામેલી મહિલાનુંહાડપિંજર તેના જ ઘરમાંથી મળી આવ્યું


બૅન્ગલોરના બાગાલગુંટે વિસ્તારમાં ૫૭ વર્ષનાં દક્ષાયણી નામનાં બહેનનું હાડપિંજર તેમના જ ઘરમાંથી મળી આવ્યું હતું. પોલીસને શંકા છે કે આ મહિલાનું મૃત્યુ લગભગ એક વર્ષ પહેલાં થઈ ચૂક્યું હોવું જોઈએ. આટલા લાંબા સમય સુધી કોઈને એની ભનક પણ ન આવી એ અચંબાનો વિષય છે. તે પતિ અને દીકરાના મૃત્યુ પછી ઘરમાં એકલી જ રહેતી હતી. આ ઘરની નજીકથી ગંદી સ્મેલ આવી રહી હોવાથી પાડોશીઓએ પોલીસમાં જાણ કરી હતી. પાડોશીઓનું કહેવું છે કે આ મહિલા એકલી જ અહીં રહેતી હતી અને કોઈની સાથે ખાસ હળતી-ભળતી નહોતી. તેની દીકરી સાથે પણ તેણે છેલ્લાં બે વર્ષથી વાત નહોતી કરી. તે જીવે છે કે નહીં એની દરકાર કરવાવાળું કોઈ નહોતું એટલે કદાચ આટલા લાંબા સમય સુધી કોઈને ખબર ન પડી હોય એવું શક્ય છે. 


Whatsapp-channel Whatsapp-channel

10 August, 2026 06:22 PM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK