Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > હાથમાં હીલિયમ ગૅસના ફુગ્ગા સાથે ફોટો સેશન કરાવતી દુલ્હન હવા સાથે ખેંચાઈ

હાથમાં હીલિયમ ગૅસના ફુગ્ગા સાથે ફોટો સેશન કરાવતી દુલ્હન હવા સાથે ખેંચાઈ

Published : 04 November, 2026 10:11 AM | Modified : 04 November, 2026 10:53 AM | IST | Turkey
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લગભગ ૫૦-૧૦૦ મીટર દૂર સુધી દુલ્હન ફુગ્ગા સાથે ઘસડાઈ અને ફુગ્ગા કિનારા પાસેની એક દીવાલ પર જઈને અટક્યા ત્યારે એ હવામાં ઊંચે ઊડવા લાગે એવી શક્યતા હતી. જોકે એ જ વખતે ફોટોગ્રાફર ત્યાં દોડી આવ્યો અને દુલ્હનને પકડી લીધી.

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

અજબ ગજબ

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ


લગ્ન પહેલાં એક દુલ્હન ફોટોશૂટને યાદગાર બનાવવા માટે ટર્કીના ઇસ્તાંબુલના દરિયાકિનારે પહોંચી હતી. ફોટોગ્રાફર્સની ટીમ અને ૨૫-૩૦ હીલિયમ ગૅસના ફુગ્ગાના બૅકડ્રૉપ સાથે કંઈક હટકે ફોટોશૂટ કરવાની ઇચ્છા હતી. ફોટોગ્રાફરે ટુ બી દુલ્હનને હાથમાં ફુગ્ગા આપીને પોઝ માટે ઊભા રહેવા કહ્યું ત્યારે જ એટલોબધો પવન ફૂંકાયો કે ગૅસ ભરેલા ગુબ્બારા હવામાં ખેંચાવા લાગ્યા. દુલ્હન હલકીફૂલ હતી એટલે તે પણ એ ફુગ્ગાની સાથે ખેંચાવા લાગી. લગભગ ૫૦-૧૦૦ મીટર દૂર સુધી દુલ્હન ફુગ્ગા સાથે ઘસડાઈ અને ફુગ્ગા કિનારા પાસેની એક દીવાલ પર જઈને અટક્યા ત્યારે એ હવામાં ઊંચે ઊડવા લાગે એવી શક્યતા હતી. જોકે એ જ વખતે ફોટોગ્રાફર ત્યાં દોડી આવ્યો અને દુલ્હનને પકડી લીધી. જો બે-ચાર સેકન્ડ પણ મોડું થયું હોત તો દુલ્હન ફુગ્ગા સાથે હવામાં ઊડવા લાગી હોત.


Whatsapp-channel Whatsapp-channel

04 November, 2026 10:53 AM IST | Turkey | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK