કૅલિફૉર્નિયા હાઈ સ્પીડ ઓઑથોરિટીએ આ બ્રિજ બનતાં ખુશી વ્યક્ત કરી હતી, પણ ટેસ્લાના સીઈઓ ઇલૉન મસ્ક સહિતના લોકોએ આ બ્રિજની હાંસી ઉડાડી છે.
અજબ ગજબ
કૅલિફૉર્નિયા હાઈ સ્પીડ ઓઑથોરિટીનો બ્રિજ
જો તમને એવું લાગતું હોય કે અમેરિકા જેવા દેશમાં બ્રિજનું નિર્માણ બહુ ઓછા સમયમાં થઈ જાય છે તો તમે ખોટા છો! કૅલિફૉર્નિયામાં તાજેતરમાં ૧૧ અબજ ડૉલરના ખર્ચે હાઈ સ્પીડ રેલ બ્રિજ તૈયાર થયો છે. આ ‘ફ્રેસ્નો રિવર વાયાડક્ટ’ બ્રિજના નિર્માણમાં ૯ વર્ષ લાગ્યાં હતાં. કૅલિફૉર્નિયા હાઈ સ્પીડ ઓઑથોરિટીએ આ બ્રિજ બનતાં ખુશી વ્યક્ત કરી હતી, પણ ટેસ્લાના સીઈઓ ઇલૉન મસ્ક સહિતના લોકોએ આ બ્રિજની હાંસી ઉડાડી છે. જોકે ક્રિપ્ટોકરન્સીના બિલી માર્ક્સે સોશ્યલ મીડિયા પર કટાક્ષ કરતાં લખ્યું હતું કે ‘આ સૌથી નોંધનીય માનવસિદ્ધિ છે. ૧૬૦૦ ફુટ ચાલવામાં લગભગ પાંચ મિનિટ લાગે છે એટલે એ માટે હાઈ સ્પીડ રેલ ખરેખર બહુ મોટી વસ્તુ કહેવાય. કૅલિફૉર્નિયા બહુ સક્ષમ છે.’