Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > બટન, મોતી, છીપલાં, તૂટેલાં રમકડાં અને ફેંકી દેવાયેલી ચીજોમાંથી બનેલી આ આર્ટ લાખો રૂપિયામાં વેચાય છે

બટન, મોતી, છીપલાં, તૂટેલાં રમકડાં અને ફેંકી દેવાયેલી ચીજોમાંથી બનેલી આ આર્ટ લાખો રૂપિયામાં વેચાય છે

Published : 15 February, 2026 02:16 PM | IST | Britain
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તાજેતરમાં યુરોપમાં જેન પર્કિન્સના આર્ટવર્કનું એક્ઝિબિશન થયું હતું જેમાં તેમનું એક-એક પીસ લાખો રૂપિયામાં વેચાયું હતું. 

આર્ટપીસ

અજબ ગજબ

આર્ટપીસ


બ્રિટનનાં જેન પર્કિન્સ નામનાં કલાકાર ખરા અર્થમાં વેસ્ટમાંથી બેસ્ટ ક્રીએટ કરવાનું જાણે છે. બાળપણમાં લોકોને ઝીણી અને પરચૂરણ ચીજો એકઠી કરી રાખવાની આદત હોય છે. છીપલાં, તૂટેલાં જાતજાતનાં બટન, મોતી, તૂટેલાં રમકડાં અને તૂટેલી ચીજોના સ્પેરપાર્ટ્સ બધું જ સંઘરી રાખવું ગમતું હોય છે. જેનબહેનના બાળપણના આ શોખમાંથી તેમણે એક નવી જ કળાની શરૂઆત કરી. આ નકામી ચીજોના ઢગલાનો ઉપયોગ કરીને જેનબહેન મજાનાં પોર્ટ્રેટ્સ અને સુંદર દૃશ્યો રચે છે. નાના-મોટા, અલગ-અલગ શેડના, અલગ-અલગ મટીરિયલના ભંગારમાંથી જેન તેના આર્ટપીસમાં એકદમ યોગ્ય જણાય એવા પીસ એ રીતે ચોંટાડે છે કે ન તો એને પેઇન્ટ કરવાની જરૂર રહે છે, ન કોઈ આઉટલાઇનની. તાજેતરમાં યુરોપમાં જેન પર્કિન્સના આર્ટવર્કનું એક્ઝિબિશન થયું હતું જેમાં તેમનું એક-એક પીસ લાખો રૂપિયામાં વેચાયું હતું. 


Whatsapp-channel Whatsapp-channel

15 February, 2026 02:16 PM IST | Britain | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK