Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > બ્રિટનની આ મહિલા દરેક પ્રસંગ અનુસાર નાક બદલે છે

બ્રિટનની આ મહિલા દરેક પ્રસંગ અનુસાર નાક બદલે છે

Published : 16 August, 2026 03:26 PM | IST | London
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બ્રિટનની જેન હાર્ડમૅનને ઑટો-ઇમ્યુન કન્ડિશનને કારણે નાકની ગંભીર સમસ્યા હતી. સર્જરી બાદ તેને પ્રોસ્થેટિક નાક લગાવવામાં આવ્યું. હવે તેની પાસે અલગ-અલગ શેપ અને રંગના 10 નકલી નાક છે, જેને તે પરિસ્થિતિ પ્રમાણે બદલે છે.

બ્રિટનની આ મહિલા દરેક પ્રસંગ અનુસાર નાક બદલે છે

બ્રિટનની આ મહિલા દરેક પ્રસંગ અનુસાર નાક બદલે છે


મહિલાઓ જ્યારે પણ લુક ચેન્જ કરવો હોય ત્યારે ચહેરા પર અલગ-અલગ પ્રકારનો મેકઅપ કરીને અથવા તો હેરકટ કરતી હોય છે, પરંતુ બ્રિટનની જેન હાર્ડમૅન નામની મહિલા લુક બદલવા માટે નાક બદલે છે. અલબત્ત, આવું તે કંઈ શોખથી નથી કરતી પણ તેની મજબૂરી છે. વાત એમ છે કે જેન હાર્ડમૅનનું આ અસલી નાક નથી. તેને ઑટો-ઇમ્યુન કન્ડિશન હોવાથી તેનું નાક અત્યંત વિચિત્ર દેખાતું હતું. બહારથી દેખાવમાં તો વિચિત્ર હતું જ, પરંતુ શ્વાસ લેવામાં પણ અવરોધ આવતો હતો. નાકની રોજની સમસ્યાથી પરેશાન થઈને ૨૦૧૭માં તેની નાકની કૉસ્મેટિક સર્જરી થઈ. આ સર્જરી પણ ખૂબ કૉમ્પ્લિકેટેડ હતી એટલે તેને માત્ર બહારથી યોગ્ય આકાર આપવાનું શક્ય નહોતું. આખરે કૉસ્મેટિક સર્જ્યનોએ તેનું આખું નાક જ કાપી લીધું. એની જગ્યાએ ત્રણ સ્કૂ ઠોકીને નકલી નાક બેસાડી દીધું. એક કપાળ પાસે અને બે ગાલ પાસે જ્યાં નસકારાં હોય ત્યાં સ્ક્રૂ ઠોકવામાં આવ્યા. જોકે સ્ક્રૂમાં ભરાવેલું નાક એકદમ ફિક્સ થઈ જતું હોય છે. આ ફિક્સ્ડ નાકથી કંટાળીને તેણે બે વર્ષ પહેલાં સ્ક્રૂની સાથે મૅગ્નેટ્સ પણ ફિટ કરાવી દીધાં. એ પછી તેણે ઉપરના નાકનાં ૧૦ પ્રોસ્થેટિક્સ બનાવ્યાં જે અલગ-અલગ શેપ અને સ્કિન-શેડમાં છે. તેની ત્વચા ગોરી અને ખૂબ જ સંવેદનશીલ છે એટલે ક્યારેક વધુપડતી ઠંડીમાં કે વાઇન પીતી વખતે સામાન્ય રીતે નાક ગુલાબી થઈ જવું જોઈએ. જોકે નકલી નાક હોવાથી એવું ન થાય તો તરત જ બીજાને ખબર પડી જાય કે આ તો નકલી છે. આવું ન થાય એટલા માટે તે પર્સમાં અલગ-અલગ શેડનાં નાક રાખે છે. શરદી થઈ હોય ત્યારે લાલ શેડવાળું નાક લગાવી લે. જ્યારે તે માંદી હોય કે ઠીક ફીલ ન કરતી હોય ત્યારે ફિક્કા શેડવાળું નાક વાપરી લે. જુવાનીના વર્ષોમાં નાકની રચનાને કારણે ખૂબ હેરાન થયેલાં આ બહેન હવે મનફાવે એટલા નાક બદલીને મોજ કરે છે. 


Whatsapp-channel Whatsapp-channel

16 August, 2026 03:26 PM IST | London | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK