Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ડોનલ્ડ ટ્રમ્પ અને નેતન્યાહુ નામની ભેંસ સાથે સેલ્ફી લઈ રહ્યા છે બંગલાદેશીઓ

ડોનલ્ડ ટ્રમ્પ અને નેતન્યાહુ નામની ભેંસ સાથે સેલ્ફી લઈ રહ્યા છે બંગલાદેશીઓ

Published : 18 May, 2026 11:28 AM | IST | Dhaka
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એક ભેંસને એના લુકને કારણે ડોનલ્ડ ટ્રમ્પ નામ આપવામાં આવ્યું છે તો બીજીના આક્રમક સ્વભાવને કારણે એને ઇઝરાયલના વડા પ્રધાન નેતન્યાહુનું નામ આપ્યું છે

ઢાકામાં આવેલી આ બે ભેંસનું વજન લગભગ ૭૦૦ કિલો છે

અજબ ગજબ

ઢાકામાં આવેલી આ બે ભેંસનું વજન લગભગ ૭૦૦ કિલો છે


બંગલાદેશમાં ઈદ-ઉલ-અજહા પહેલાં બે ભેંસ સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ ગઈ છે. લોકોએ એમનાં નામ ડોનલ્ડ ટ્રમ્પ અને નેતન્યાહુ રાખ્યાં છે. આ ભેંસોનું શરીર ભારેભરખમ નથી, પરંતુ તેમનો સ્વભાવ અને દેખાવ ખાસ છે. એને કારણે લોકોએ એમને વિશ્વના બે મોટા નેતાઓ સાથે સરખાવી છે. એક ભેંસને એના લુકને કારણે ડોનલ્ડ ટ્રમ્પ નામ આપવામાં આવ્યું છે તો બીજીના આક્રમક સ્વભાવને કારણે એને ઇઝરાયલના વડા પ્રધાન નેતન્યાહુનું નામ આપ્યું છે.

ઢાકામાં આવેલી આ બે ભેંસનું વજન લગભગ ૭૦૦ કિલો છે. એમની નાજુક ચામડીનો સોનેરી રંગ ટ્રમ્પ સાથે સરખાવવામાં આવ્યો છે. આ ભેંસનો લુક ભલે ટ્રમ્પ જેવો હોય, સ્વભાવમાં એ ખૂબ શાંત અને નરમ છે. ભેંસના માલિક જિયાઉદ્દીને કહ્યું હતું કે આ નામ તેના નાના ભાઈએ રાખ્યું છે. તેનું કહેવું છે કે ભેંસ અલ્બિનો છે એટલે કે એની ત્વચાને રંગ આપતાં રંજકદ્રવ્યોનો અભાવ છે એને કારણે એ ભૂખરી સફેદ જેવી દેખાય છે. બીજી ભેંસ ખૂબ આક્રમક છે અને ખૂબ ઘરઘરાટી કરે છે. ક્યારેક તો એની કાળજી રાખનારા માણસની પણ સામે થઈ જાય છે. એ ક્યારે શું કરશે એ પ્રેડિક્ટ નથી થઈ શકતું એટલે એના કૅરટેકરે જ એને ખુરાફાતી દિમાગવાળા નેતન્યાહુનું નામ આપ્યું છે. એમનાં આ અળવીતરાં નામોને કારણે આસપાસના લોકો એમની સાથે સેલ્ફી લઈને સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

18 May, 2026 11:28 AM IST | Dhaka | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK