Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > રેલવે-સ્ટેશનનું નામ પણ રેલગાડી જેવું લાંબું-લાંબું

રેલવે-સ્ટેશનનું નામ પણ રેલગાડી જેવું લાંબું-લાંબું

08 August, 2024 10:45 AM IST | Chennai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તમને ખબર છે કે ચેન્નઈ રેલવે-સ્ટેશનનું નામ ઇન્ડિયન રેલવે-સ્ટેશનોમાં સૌથી લાંબું છે.

રેલવે-સ્ટેશન

અજબગજબ

રેલવે-સ્ટેશન


ABCD બોલતાં વાર લાગે એટલી જ વાર આ રેલવે-સ્ટેશનનું નામ બોલતાં લાગે, કારણ કે ABCDમાં ૨૬ આલ્ફાબેટ છે અને આ નામ પણ ૨૬ અક્ષરનું છે. ભારતીય રેલને પણ આટલું લાંબું નામ રાખવા માટે બહુ લાંબું ગૌરવ છે. ભારતીય રેલવેએ તાજેતરમાં જ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ‘એક્સ’ના અકાઉન્ટ પર આ સ્ટેશનનો ફોટો મૂકીને લખ્યું છે, ‘તમને ખબર છે કે ચેન્નઈ રેલવે-સ્ટેશનનું નામ ઇન્ડિયન રેલવે-સ્ટેશનોમાં સૌથી લાંબું છે.’ ચેન્નઈ રેલવે-સ્ટેશનનું નામ ૨૦૧૯ની પાંચમી એપ્રિલે બદલીને ‘પુરાતાચી થલાઇર ડૉ. એમ. જી. રામચંદ્રન સેન્ટ્રલ રેલવે-સ્ટેશન’ રાખવામાં આવ્યું હતું. એમ. જી. રામચંદ્રનને તો આપણે ઓળખીએ જ છીએ. તામિલનાડુના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન હતા. તામિલ ફિલ્મોના સુપરસ્ટાર અને અભિનેત્રી જયલલિતાને રાજકારણી જયલલિતા બનાવવામાં પણ તેમનો મોટો ફાળો હતો. હસ્તી આટલી મોટી હોય તો રેલવે-સ્ટેશનનું નામ પણ લાંબું જ રાખવું પડેને.


Whatsapp-channel Whatsapp-channel

08 August, 2024 10:45 AM IST | Chennai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK