આ ઘટના રવિવારે રાત્રે લગભગ ૧૧:૪૫ વાગ્યે કોલોનના વ્યસ્ત વિસ્તાર `હોહેનઝોલર્નરિંગ` (Hohenzollernring) માં બની હતી. પીડિતા તેના મિત્રો સાથે ફાસ્ટ-ફૂડ આઉટલેટની બહાર ઊભી હતી ત્યારે લગભગ ૧.૨ મીટર ઊંચો લાલ અને સોનેરી રંગનો રોબોટ તેની પાછળથી આવ્યો.
આરોપી રોબોટ (તસવીર: સોશિયલ મીડિયા)
જર્મનીના કોલોન શહેરમાં એક રોબોટ અને બે ટીનેજર છોકરાઓના મોબાઈલ ફોન પોલીસે જપ્ત કર્યા છે. આ કાર્યવાહી એક એવી ઘટના બાદ કરવામાં આવી છે જેમાં રોબોટે કથિત રીતે એક ફાસ્ટ-ફૂડ રૅસ્ટોરન્ટની બહાર ૧૬ વર્ષની યુવતીની જાતીય છેડતી કરી હતી. આ ઘટનાનું સોશિયલ મીડિયા પર લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવ્યું હતું. પોલીસ હવે તપાસ કરી રહી છે કે શું યુવતીની છેડતી કરવા માટે રોબોટને જાણીજોઈને નિયંત્રિત કરવામાં આવ્યો હતો કે નહીં?
રૅસ્ટોરન્ટની બહાર રોબોટનો સંપર્ક
ADVERTISEMENT
આ ઘટના રવિવારે રાત્રે લગભગ ૧૧:૪૫ વાગ્યે કોલોનના વ્યસ્ત વિસ્તાર `હોહેનઝોલર્નરિંગ` (Hohenzollernring) માં બની હતી. પીડિતા તેના મિત્રો સાથે ફાસ્ટ-ફૂડ આઉટલેટની બહાર ઊભી હતી ત્યારે લગભગ ૧.૨ મીટર ઊંચો લાલ અને સોનેરી રંગનો રોબોટ તેની પાછળથી આવ્યો. પોલીસના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, રોબોટે યુવતીને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો અને અશ્લીલ હરકતો કરી. કોલોન પોલીસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "આ રોબોટ કથિત રીતે ૧૬ વર્ષની યુવતીના નિતંબને સ્પર્શ કર્યો અને તેની સાથે અશ્લીલ કૃત્યો કર્યા." સમગ્ર ઘટના રેકોર્ડ કરવામાં આવી હતી અને સોશિયલ મીડિયા પર તેનું લાઈવ સ્ટ્રીમ કરવામાં આવ્યું હતું. ત્યારથી પોલીસ ઘટનાસ્થળે હાજર લોકોની તપાસ શરૂ કરી દીધી છે.
પોલીસે રોબોટ અને મોબાઈલ ફોન જપ્ત કર્યા
પોલીસને શંકા છે કે રોબોટના ૧૬ વર્ષીય માલિક અને તેના ૧૯ વર્ષીય સાથીદાર આ ઘટનાનું શૂટિંગ કરી રહ્યા હતા. રોબોટનો માલિક વેગબર્ગ (Wegberg) નો રહેવાસી હોવાનું કહેવાય છે. બન્ને આરોપીઓ વીડિયો રેકોર્ડ કરતી વખતે કૉમેન્ટ્રી કરી રહ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને શંકાસ્પદોની ફૉક્સવૅગન સીડાન કારની ડિક્કી (ટ્રંક) માંથી રોબોટ કબજે કર્યો હતો. પોલીસે રોબોટ તેમજ બંને શંકાસ્પદોના મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. એક નિવેદનમાં પોલીસે કહ્યું, "અધિકારીઓએ રોબોટ અને શંકાસ્પદોના બે મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ જાતીય સતામણીની શંકાના આધારે આ કેસની તપાસ કરી રહ્યું છે."
રોબોટની હિલચાલ અંગે તપાસ ચાલુ
પોલીસ હાલમાં તપાસ કરી રહી છે કે ઘટના સમયે રોબોટ કેવી રીતે કાર્યરત હતો. અધિકારીઓ એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે શું રોબોટ ઓટોમેટિક (પોતાની મેળે) ચાલી રહ્યો હતો કે તેને દૂરથી (રિમોટલી) નિયંત્રિત કરવામાં આવી રહ્યો હતો. પોલીસ એ પણ તપાસ કરી રહ્યા છે કે શું કોઈએ જાણીજોઈને આ રોબોટનું સંચાલન આવી હરકત કરવામાં માટે કરવામાં આવ્યું હતું? જપ્ત કરાયેલા મોબાઈલ ફોન એ સ્પષ્ટ કરવામાં મદદ કરશે કે ઘટના કેવી રીતે રેકોર્ડ કરવામાં આવી હતી અને શું તેનું સોશિયલ મીડિયા પર લાઈવ સ્ટ્રીમ કરવામાં આવ્યું હતું કે નહીં? ગુનામાં રોબોટનો આ રીતે ઉપયોગ કરવાનો પહેલો કિસ્સો બન્યો છે, જેથી કેસે બધાનું ધ્યાન ખેંચ્યું છે.
