Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > લાઇફ મસાલા : દિલ્હીની હૉસ્પિટલમાં હીટસ્ટ્રોકના દરદીની સારવાર માટે બાથટબ, આઇસમેકિંગ મશીન પણ મુકાયાં

લાઇફ મસાલા : દિલ્હીની હૉસ્પિટલમાં હીટસ્ટ્રોકના દરદીની સારવાર માટે બાથટબ, આઇસમેકિંગ મશીન પણ મુકાયાં

09 May, 2024 10:07 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ચીનના પ્રેસિડન્ટ આવે એ પહેલાં રેડ કાર્પેટ પર ડક ફૅમિલીનું વેલકમ અને વધુ સમાચાર

પ્રતીકાત્મક તસવીર

લાઇફ મસાલા

પ્રતીકાત્મક તસવીર


દિલ્હી સહિત ઉત્તર ભારતમાં તાપમાનનો પારો ઊંચકાતો જાય છે એમ હીટસ્ટ્રોકના દરદીઓની સંખ્યા પણ વધી રહી છે ત્યારે દિલ્હીમાં પહેલી વાર આકરી ગરમીનો ભોગ બનેલા લોકોની સારવાર માટે એક હૉસ્પિટલમાં હીટસ્ટ્રોક યુનિટ બનાવવામાં આવ્યું છે, જેમાં દરદીઓ માટે બાથટબ અને આઇસમેકિંગ મશીન મૂકવામાં આવ્યાં છે.

ક્યા બાત હૈ!
ઉદયપુરના એક ગોલ્ડ મિનિએચર આર્ટિસ્ટે દુનિયાની સૌથી હલકી ગોલ્ડ ચેઇન બનાવી છે જે વાળથી પણ પાતળી છે. ડૉક્ટર ઇકબાલ સક્કાએ ૧૧ મહિનામાં બનાવેલી આ ચેઇનની કિંમત માત્ર ૪૦ રૂપિયા છે. ૨૨ કૅરૅટ સોનાની આ ચેઇન ૧૭ ઇંચ લાંબી છે.

મનમોહક સ્ટેડિયમની ઉપર દિલધડક પૅરાગ્લાઇ​ડિંગ

ગઈ કાલે હિમાચલ પ્રદેશના ધરમશાલાના ક્રિકેટ સ્ટેડિયમની ઉપર પૅરાગ્લાઇડિંગ કરતી વ્યક્તિઓ. આજે આ સ્ટેડિયમમાં રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ અને પંજાબ કિંગ્સ વચ્ચે મૅચ રમાવાની છે.

ઇઝરાયલના વિજ્ઞાનીઓએ હવામાંથી દરરોજ ૧૦૦૦ લીટર પીવાનું પાણી પેદા કરતું મશીન બનાવ્યું

હવામાંથી પાણી પેદા કરવાની વાત જરાય હવાબાજી નથી. ઇઝરાયલના વિજ્ઞાનીઓએ હવામાંથી પીવાનું ચોખ્ખું પાણી પેદા કરતું મશીન બનાવ્યું છે. આ મશીન દરરોજ હવામાંથી ૧૦૦૦ લીટર ચોખ્ખું પાણી બનાવે છે. પીવાના પાણીની તંગી હોય એવા વિસ્તારોમાં આ મશીન ઉપયોગી બની રહેશે.

હેં!?
લુઇઝિયાના ૬ વર્ષના બાળકે એક અબજોપતિને ગરીબ સમજીને તેને ૧ ડૉલર આપ્યો હતો. આ પૈસા તેને સારા માર્ક્સ લઈ આવવા બદલ તેના પપ્પાએ આપ્યા હતા. ભૂલકાની મહેરબાની જોઈને અબજોપતિએ તેને બ્રેકફાસ્ટ કરાવ્યો હતો અને રમતગમતની વસ્તુ પણ લઈ આપી હતી.

ચીનના પ્રેસિડન્ટ આવે એ પહેલાં રેડ કાર્પેટ પર ડક ફૅમિલીનું વેલકમ


યુરોપિયન દેશ સર્બિયાની રાજધાની બેલગ્રેડમાં બુધવારે ચીનના પ્રમુખ શી જિનપિંગ મહેમાન બન્યા હતા. તેમના સ્વાગત માટે પ્રોટોકૉલ અનુસાર રેડ કાર્પેટ બિછાવવામાં આવી હતી. જોકે જિનપિંગ આવે એ પહેલાં ક્યાંકથી એક ડક તેના બચ્ચા સાથે ટહેલતું-ટહેલતું રેડ કાર્પેટ પર આવી પહોંચ્યું હતું. આમ તો બે દેશના વડા મળવાના હોય એ જગ્યાએ પંખી પણ આવી ન શકે એવી કડક સુરક્ષા હોય છે, પણ નજીકના નાનકડા તળાવમાંથી આવેલું ડક ફૅમિલી બિન્દાસ રેડ કાર્પેટ ફરતું જોવા મળ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

09 May, 2024 10:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK