ડેન્માર્કના રાજદૂતે એમ્બેસીની બહાર ગંદકી જોઈને કહ્યું...
લાઇફ મસાલા
પ્રતીકાત્મક તસવીર
નવી દિલ્હીના ચાણક્યપુરી વિસ્તારમાં ડૅન્માર્કની એમ્બેસીની બહાર ફેલાયેલી ગંદકીથી કંટાળીને ડેન્માર્કના ઍમ્બૅસૅડર ફ્રેડી સ્વેને સોશ્યલ મીડિયા પર વહીવટી તંત્રની ઝાટકણી કાઢી હતી. ડૅનિશ રાજદૂતે કચરાથી ભરાયેલી સર્વિસ લેનમાં ઊભા રહીને વિડિયોમાં બન્ને બાજુએ ફેલાયેલો કચરો અને કાટમાળ બતાવ્યો હતો. તેમણે વિડિયોની શરૂઆતમાં કહ્યું કે મહાન, ગ્રીન અને કચરાવાળી નવી દિલ્હીમાં આપનું સ્વાગત છે. ફ્રેડી સ્વેને ડૅનિશ એમ્બેસી અને ગ્રીક એમ્બેસી બતાવીને કહ્યું કે ‘આ સર્વિસ લેનની જગ્યાએ કચરો પડ્યો છે અને લોકો ગમે ત્યાં ગંદકી કરી રહ્યા છે. મને આશા છે કે કોઈ આની સામે પગલાં લેશે. સારું-સારું બહુ બોલાઈ ગયું, હવે ઍક્શન લેવાનો વારો છે.’ ડૅનિશ ઍમ્બૅસૅડરે પોતાની પોસ્ટમાં દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને લેફ્ટનન્ટ ગવર્નર સક્સેનાને ટૅગ કર્યા હતા.