Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > એક ફ્રેમમાં બે અલગ-અલગ તસવીરોનું અજબ સંયોજન

એક ફ્રેમમાં બે અલગ-અલગ તસવીરોનું અજબ સંયોજન

Published : 05 March, 2026 04:32 PM | IST | Turkey
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ટર્કીના ઉગુર ગૅલેનકુશ નામના ડિજિટલ આર્ટિસ્ટે વિશ્વના આ આત્યંતિક વિરોધાભાસોને એક જ ફ્રેમમાં ગોઠવ્યા છે.

એક ફ્રેમમાં બે અલગ-અલગ તસવીરોનું અજબ સંયોજન

અજબગજબ

એક ફ્રેમમાં બે અલગ-અલગ તસવીરોનું અજબ સંયોજન


દુનિયામાં જે કંઈ પણ દૃશ્યો તમને નજર સામે જોવા મળે છે એનાથી એકદમ વિરોધાભાસી દૃશ્ય પણ દુનિયાના બીજા કોઈ ખૂણે હોય છે. ક્યાંક અમીરી છે તો ક્યાંક ગરીબી, ક્યાંક જ્ઞાન છે તો ક્યાંક અજ્ઞાન, ક્યાંક ખુશી છે તો ક્યાંક ગમ. ટર્કીના ઉગુર ગૅલેનકુશ નામના ડિજિટલ આર્ટિસ્ટે વિશ્વના આ આત્યંતિક વિરોધાભાસોને એક જ ફ્રેમમાં ગોઠવ્યા છે. વિશ્વભરમાં ફરીને અને તેણે જ્યાંથી પણ કોઈ અજીબ તસવીરો જોઈ કે ખેંચી હતી એમાંથી મેળ ખાતી વિરોધાભાસી તસવીરોને એવી રીતે મર્જ કરી છે કે બે જુદાં-જુદાં વિશ્વો એક જ તસવીરમાં દેખાય. ઉગુરભાઈને આ કામની પ્રેરણા છેક ૨૦૧૫માં સિરિયાઈ બાળક એલન કુર્દીની ખૂબ ચર્ચિત તસવીર જોઈને મળી હતી. એ પછી તેમણે એવી તસવીરોનું મિક્સિંગ કરવાનું શરૂ કર્યું જે યુનિવર્સના બે અલગ-અલગ પહેલુઓને એકસાથે દર્શાવે. તેમણે ન્યુઝમાં જોવા મળતા ફોટોગ્રાફ્સ, ડૉક્યુમેન્ટરીઝ, યુદ્ધ, સ્થળાંતરણ સમયે લેવાયેલી તસવીરોનો અભ્યાસ કરીને એવી રીતે મર્જ કરી કે અજીબ વિરોધાભાસ ઊભો થાય. એને કારણે એવાં દૃશ્યો રચાય છે જાણે કે એક બાળકની એક આંખ હસતી હોય અને બીજી આંખ રડતી, એક હાથમાં સુખ હોય અને બીજા હાથમાં કંઈક મેળવવાની છટપટાહટ.


Whatsapp-channel Whatsapp-channel

05 March, 2026 04:32 PM IST | Turkey | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK