ડૉક્ટર્સનું કહેવું છે કે ખુરસી પર વળીને બેસવાથી યોગ્ય પોશ્ચર જળવાતું નથી અને એ વ્યક્તિના કોર મસલ્સને કમજોર બનાવી શકે છે
અજબ ગજબ
પ્રતીકાત્મક તસવીર
મોબાઇલ કે લૅપટૉપ-સ્ક્રીન જોવા માટે સતત આગળ ઝૂકેલા રહેવાથી સેક્સ-લાઇફ પર નકારાત્મક અસર થઈ શકે છે એવી ડૉક્ટરોએ ચેતવણી આપી છે. સીધા ન બેસવાની આદતને લીધે મસલ્સ, જૉઇન્ટ્સ અને લિગામેન્ટ્સને તો અસર થાય જ છે, સાથે એવા પુરુષોમાં ઇરેક્ટાઇલ ડિસફંક્શનનું જોખમ વધારે છે જે ૪૦ વર્ષની ઉંમર બાદ થવાનું સામાન્ય છે. ડૉક્ટર્સનું કહેવું છે કે ખુરસી પર વળીને બેસવાથી યોગ્ય પોશ્ચર જળવાતું નથી અને એ વ્યક્તિના કોર મસલ્સને કમજોર બનાવી શકે છે. આ મસલથી પેલ્વિક ફ્લોર તંગ બને છે અને એ સેક્સ્યુઅલ સ્ટેમિના અને ઑર્ગેઝમને પ્રભાવિત કરે છે. આ ઉપરાંત અયોગ્ય પોશ્ચરથી એનર્જીમાં ઘટાડો, યુરિન-લીકેજ, પેલ્વિક પેઇન અને ટેસ્ટિકલ એરિયામાં પ્રેશર પેદા થાય છે.