Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ૨.૫ લાખ રૂપિયા પ્રતિ કિલોએ વેચાતી કેરીની સુરક્ષા માટે Z+ લેવલની સિક્યૉરિટી

૨.૫ લાખ રૂપિયા પ્રતિ કિલોએ વેચાતી કેરીની સુરક્ષા માટે Z+ લેવલની સિક્યૉરિટી

07 May, 2024 10:12 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અહીં ચીનની આઇવરી કેરી, અમેરિકાની બ્લૅક મૅન્ગો અને ટૉમી ઍટકિન્સ, જપાનની એગ ઑફ સન, મલેશિયાની જમ્બો ગ્રીન, નેપાલની કેસર બદામ સહિત કેરીની વિવિધ જાતની ખેતી થાય છે.

પ્રતીકાત્મક તસવીર

અજબ ગજબ

પ્રતીકાત્મક તસવીર


મધ્ય પ્રદેશના જબલપુરમાં એક ખેડૂતે ફળોના રાજાની સુરક્ષા માટે Z+ લેવલની સિક્યૉરિટી તહેનાત કરી છે. સામાન્ય રીતે આવી ચુસ્ત સુરક્ષા દેશના વડા પ્રધાન, રાષ્ટ્રપતિ અને VIPને મળતી હોય છે. જોકે અહીં કેરીનાં ઝાડ પણ કોઈ VIPથી કમ નથી. હિનોટા ગામમાં રહેતા ૪૯ વર્ષના સંકલ્પ પરિહારના ખેતરમાં જપાનની મિયાઝાકી કેરીનાં ઝાડ છે જે ‘આમ’ની સૌથી મોંઘી જાત કહેવાય છે. મિયાઝાકી કેરી બજારમાં ૨.૫ લાખ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે. પરિહારના ખેતરમાં વિદેશી બ્રીડના ૧૧ ખૂંખાર ડૉગ્સ આંબાનાં ઝાડની રક્ષા કરે છે. આ ઉપરાંત બગીચાની આસપાસ ચોકીદારો અને CCTV કૅમેરા પણ મૂકવામાં આવ્યા છે. રસપ્રદ વાત એ છે કે તેમનું મહાકાલ હાઇબ્રિડ ફાર્મહાઉસ કેરીનું અભયારણ્ય બની ગયું છે. અહીં ચીનની આઇવરી કેરી, અમેરિકાની બ્લૅક મૅન્ગો અને ટૉમી ઍટકિન્સ, જપાનની એગ ઑફ સન, મલેશિયાની જમ્બો ગ્રીન, નેપાલની કેસર બદામ સહિત કેરીની વિવિધ જાતની ખેતી થાય છે.


Whatsapp-channel Whatsapp-channel

07 May, 2024 10:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK