Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > બૅન્ડ, બાજા, બારાત સાથે વળાવેલી દીકરીને પિતા ડિવૉર્સ બાદ પણ વાજતેગાજતે ઘરે પાછી લઈ આવ્યા

બૅન્ડ, બાજા, બારાત સાથે વળાવેલી દીકરીને પિતા ડિવૉર્સ બાદ પણ વાજતેગાજતે ઘરે પાછી લઈ આવ્યા

01 May, 2024 08:08 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દહેજને લઈને તેને વર્ષો સુધી માનસિક અને શારીરિક યાતના વેઠવી પડી હતી.

પ્રતીકાત્મક તસવીર

લાઇફ મસાલા

પ્રતીકાત્મક તસવીર


દીકરીનાં ધામધૂમથી લગ્ન કરાવીને તેને વિદાય આપનારા પિતા દીકરીના ડિવૉર્સ સ્વીકારીને તેને ખુશી-ખુશી પાછી લઈ આવે એવા કિસ્સા બહુ ઓછા બને છે. ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક પિતા પોતાની દીકરીને ડિવૉર્સ બાદ વાજતેગાજતે ઘરે પાછી લઈ આવ્યા હતા અને સમાજ માટે દાખલો બેસાડ્યો હતો. અનિલ કુમારની એન્જિનિયર દીકરી ઉર્વીનાં લગ્ન ૨૦૧૬માં થયાં હતાં અને તેને એક દીકરી છે. જોકે દહેજને લઈને તેને વર્ષો સુધી માનસિક અને શારીરિક યાતના વેઠવી પડી હતી. આખરે તેણે ડિવૉર્સ લઈને દીકરી સાથે પિયર પાછી આવવાનું નક્કી કર્યું હતું. તેના પિતા અનિલ કુમારે બૅન્ડવાજાં સાથે દીકરીનું સ્વાગત કર્યું હતું અને તેમની પત્નીએ કહ્યું હતું કે દીકરી અને દોહિત્રી સાથે રહેવા મળશે એ જાણીને હું બહુ ખુશ છું.


Whatsapp-channel Whatsapp-channel

01 May, 2024 08:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK