Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > દીકરી માટે કરોડપતિ મુરતિયો શોધવા માટે પપ્પાએ ૩ લાખ રૂપિયા ખર્ચ્યા

દીકરી માટે કરોડપતિ મુરતિયો શોધવા માટે પપ્પાએ ૩ લાખ રૂપિયા ખર્ચ્યા

30 April, 2024 10:33 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એક યુઝરે આના પર રમૂજ કરી કે ‘મારા પપ્પા તો કોઈ પણ છોકરીને મારી સાથે પરણાવવા ૩ લાખ આપી દેશે.’

પ્રતીકાત્મક તસવીર

અજબ ગજબ

પ્રતીકાત્મક તસવીર


પોતાના સંતાન માટે પર્ફેક્ટ લાઇફ-પાર્ટનર શોધવો એ દરેક માતા-પિતા માટે બહુ મોટું કામ હોય છે. તેઓ ઑનલાઇન પ્લૅટફૉર્મ પર મૅટ્રિમોનિયલ પ્રોફાઇલ બનાવવાથી લઈને ન્યુઝપેપરમાં જાહેરાત અપાવે છે અને ક્યારેક સોશ્યલ મીડિયાનો સહારો પણ લે છે. ઇન્દોરમાં એક વ્યક્તિએ પોતાની દીકરી માટે જીવનસાથી શોધવા મૅચમેકિંગ એજન્સીને ૩ લાખ રૂપિયા ચૂકવ્યા હતા. તેમણે પૅકેજમાં એવી શરત રાખી હતી કે તેઓ માત્ર એવા મુરતિયા પર મહોર મારશે જેનું ટર્નઓવર ૨૦૦ કરોડ રૂપિયાથી વધુ હોય. છોકરીની એક બહેનપણીએ આ વાત તેના સોશ્યલ મીડિયા ફૉલોઅર્સ સાથે શૅર કરી હતી. તેણે એવું પણ જણાવ્યું હતું કે તેની ફ્રેન્ડના પરિવારે અત્યાર સુધીમાં ૮૦ જેટલા મુરતિયા રિજેક્ટ કર્યા છે. એક યુઝરે આના પર રમૂજ કરી કે ‘મારા પપ્પા તો કોઈ પણ છોકરીને મારી સાથે પરણાવવા ૩ લાખ આપી દેશે.’


Whatsapp-channel Whatsapp-channel

30 April, 2024 10:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK