થાઇલૅન્ડમાં 6 ફૂટ લાંબી ચંદન ઘો અચાનક એક સુવિધા સ્ટોરમાં ઘૂસી ગઈ અને ખાવાની શોધમાં પ્રોડક્ટ્સના રૅક પર ચડી ગઈ. ગ્રાહકોમાં ગભરાટ ફેલાતાં વાઇલ્ડલાઇફ અધિકારીઓએ તેને સુરક્ષિત રીતે પકડી જંગલમાં છોડી મૂકી.
૬ ફુટની ચંદન ઘોએ સુપરમાર્કેટમાં રૅક્સ પર ચડીને ધમાલ મચાવી
થાઇલૅન્ડમાં ૬ ફુટ લાંબી મૉનિટર લિઝર્ડ એક સુવિધા સ્ટોરમાં ઘૂસી જતાં અફરાતફરી મચી ગઈ હતી. સામાન્ય રીતે મૉનિટર લિઝર્ડ જેને આપણે ચંદન ઘો કહીએ છીએ એ જમીન પર કે ઝાડ પર ચાલતી હોય છે, પણ થાઇલૅન્ડના એક સ્ટોરમાં ચંદન ઘો એટલી ભૂખી હતી કે એ ખાવાનું ફંફોસવા માટે પ્રોડક્ટ્સના રૅક પર પણ ચડી ગઈ હતી. છ ફુટ લાંબી લિઝર્ડ જોઈને કેટલાક લોકોને એ મગર હોવાનું લાગતાં વધુ ગભરાટ ફેલાયો હતો. સુપરમાર્કેટમાંથી ગ્રાહકોને કાઢીને વાઇલ્ડલાઇફ અધિકારીઓએ લિઝર્ડને પકડીને જંગલમાં છોડી મૂકી હતી.
