અમેરિકામાં કૅલિફૉર્નિયા સહિત ૧૦ રાજ્યમાં ડૉક્ટરના સપોર્ટથી સુસાઇડ કરી શકાય છે.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
અમેરિકાના ડેલવર રાજ્યમાં ઐતિહાસિક બિલને સંસદે મંજૂરી આપી દીધી છે. આ બિલમાં ડૉક્ટરની મદદથી સુસાઇડને મંજૂરી આપવાની જોગવાઈ છે. સંસદમાં ૨૧ વિરુદ્ધ ૧૬ વોટ દ્વારા બિલ મંજૂર થયું હતું. બિલને આગળ ધપાવવા માટે ઓછામાં ઓછા ૨૧ વોટ જરૂરી હોય છે. ૨૦૧૫માં પહેલી વાર આ બિલ રજૂ કરવામાં આવ્યું હતું, પણ વ્યાપક વિરોધને કારણે એને અટકાવી રાખવામાં આવ્યું હતું. રિપબ્લિકન સંસદસભ્ય કેવિન હૅન્સલી અગાઉ આ બિલનો વિરોધ કરતા હતા, પણ હવે તેમણે સપોર્ટમાં વોટ આપ્યો છે. તેમણે કહ્યું કે કૅલિફૉર્નિયામાં રહેતાં મારાં મમ્મીએ ગંભીર માંદગી બાદ ડૉક્ટરની મદદથી જીવન ટૂંકાવ્યું એ પછી આ બિલને લઈને મારા વિચાર બદલાયા હતા. અમેરિકામાં કૅલિફૉર્નિયા સહિત ૧૦ રાજ્યમાં ડૉક્ટરના સપોર્ટથી સુસાઇડ કરી શકાય છે.