પ્રયાગરાજમાં પપ્પુ બુલેટવાલા નામના માણસ પાસે બીજા વિશ્વયુદ્ધની ફોલ્ડ થાય એવી પોર્ટેબલ બાઇક છે. તેમના પિતાએ હરાજી દરમ્યાન એ બાઇક ૬૦ રૂપિયામાં ખરીદી હતી. ડીઝલથી ચાલતી આ બાઇક ૫૦ કિલોમીટરની ઍવરેજ આપે છે.
બીજા વિશ્વયુદ્ધની ફોલ્ડ થાય એવી પોર્ટેબલ બાઇક
પ્રયાગરાજમાં પપ્પુ બુલેટવાલા નામના માણસ પાસે બીજા વિશ્વયુદ્ધની ફોલ્ડ થાય એવી પોર્ટેબલ બાઇક છે. તેમના પિતાએ હરાજી દરમ્યાન એ બાઇક ૬૦ રૂપિયામાં ખરીદી હતી. ડીઝલથી ચાલતી આ બાઇક ૫૦ કિલોમીટરની ઍવરેજ આપે છે. ભારતમાં આવી એકમાત્ર બાઇક હોવાનો દાવો પપ્પુ બુલેટવાળા કરે છે. તેમનો દાવો છે કે આ પ્રકારની બાઇકનો ઉપયોગ આર્મી દ્વારા કરવામાં આવતો હતો. યુદ્ધ દરમ્યાન ફાઇટર પ્લેનમાંથી નીચે ઊતરીને જમીન પર ટ્રાવેલ કરવા માટે આ બાઇક પ્લેનમાં રાખવામાં આવતી હતી. આ બાઇક બહુ ઓછા લોકોએ જોઈ હશે. આવી બાઇક ભારતમાં માત્ર એક જ છે જે અત્યારે પ્રયાગરાજમાં જોવા મળશે.
બીજી વિશ્વયુદ્ધ દરમ્યાન વપરાયેલી ફોલ્ડ પોર્ટેબલ બાઇક પપ્પુભાઈના પપ્પાએ ઑક્શનમાંથી ખરીદી હતી. એ બાઇક આજે પણ રનિંગ કન્ડિશનમાં છે. એ બાઇકને ફોલ્ડ કરીને તમે કારમાં સાથે લઈ જઈ શકો છો. એનું વજન ૩૨ કિલો જ છે. આ બાઇકનાં ટાયર અમેરિકાથી મગાવેલાં છે. આ બાઇક ૧૫ ઑગસ્ટ અને ૨૬ જાન્યુઆરી જેવા દેશભક્તિના અવસરો પર જ બહાર કાઢવામાં આવે છે. પપ્પુભાઈ કહ્યું હતું કે લોકો આ બાઇક અમારી પાસેથી ખરીદવા માગે છે, પણ અમે એ વેચીશું નહીં.

