આ કન્યા અજીબોગરીબ સૂટ સાથે મંડપમાં પહોંચે છે ત્યારે મહેમાનો પણ ચકિત થઈ જાય છે. કેટલાક મહેમાનો કન્ફ્યુઝ થઈ ગયા હતા કે આ કોનાં લગ્ન છે. સોશ્યલ મીડિયા યુઝર્સે આ તસવીરોને દેસી માર્વેલ મોમેન્ટ ગણાવી હતી. આ તસવીરોમાં અસલી મીરા જૈનનો ચહેરો પણ દેખાડ્યો છે.
સ્પાઇડરમૅનની ફૅન દુલ્હન
બાળકો સ્પાઇડરમૅનનાં ફૅન હોય એ સમજ્યા, પણ પુખ્ત થયા પછી પણ આવા હીરોઝ માટે ફૅસિનેશન રહે એ નવાઈ જરૂર કહેવાય. સોશ્યલ મીડિયા પર ‘ધ તથ્ય ન્યુઝ’ નામના ઇન્ટાગ્રામ અકાઉન્ટ પર કેટલીક તસવીરો શૅર થઈ છે જેમાં એક ટ્રેડિશનલ બ્રાઇડનાં સ્પાઇડરમૅન સૂટે લોકોનું ધ્યાન ખેંચ્યું છે. પહેલી નજરે આ તસવીરો આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ દ્વારા જનરેટ કરી હોય એવું લાગે છે, કેમ કે એમાં દુલ્હનનો ચહેરો સ્પાઇડરમૅનના માસ્ક હેઠળ છુપાયેલો છે. સફેદ રંગની મોટી આંખો છે અને શરીરે જાળાં પણ. જોકે પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે જયપુરમાં રહેતી મીરા જૈન નામની સ્પાઇડરમૅનની ફૅનનાં લગ્નની આ તસવીરો છે. આ કન્યા અજીબોગરીબ સૂટ સાથે મંડપમાં પહોંચે છે ત્યારે મહેમાનો પણ ચકિત થઈ જાય છે. કેટલાક મહેમાનો કન્ફ્યુઝ થઈ ગયા હતા કે આ કોનાં લગ્ન છે. સોશ્યલ મીડિયા યુઝર્સે આ તસવીરોને દેસી માર્વેલ મોમેન્ટ ગણાવી હતી. આ તસવીરોમાં અસલી મીરા જૈનનો ચહેરો પણ દેખાડ્યો છે.
