Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > સ્ટીલના કચરામાંથી બની દુનિયાની સૌથી લાંબી સડક, જિંદલ સ્ટીલે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્‍સમાં નોંધાયું નામ

સ્ટીલના કચરામાંથી બની દુનિયાની સૌથી લાંબી સડક, જિંદલ સ્ટીલે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્‍સમાં નોંધાયું નામ

Published : 14 September, 2026 10:49 AM | IST | raigarh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

છત્તીસગઢના રાયગઢમાં જિંદલ સ્ટીલે વૈજ્ઞાનિકો સાથે મળીને 100 ટકા સ્ટીલ સ્લૅગમાંથી 1.85 કિમી લાંબી 4 લેનની સડક બનાવી છે. વિશ્વની સૌથી લાંબી સ્ટીલ સ્લૅગ સડક તરીકે આ કીર્તિમાન ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્‍સમાં નોંધાયું.

જિંદલ સ્ટીલ લિમિટેડ

જિંદલ સ્ટીલ લિમિટેડ


છત્તીસગઢના રાયગઢમાં જિંદલ સ્ટીલે ભારતીય વૈજ્ઞાનિકો સાથે મળીને એક અનોખો અને ઐતિહાસિક કીર્તિમાન સ્થાપિત કર્યો છે. કંપનીએ ફૅક્ટરીઓમાંથી નીકળતા, સ્ટીલ સ્લૅગ કહેવાતા સ્ટીલના કચરાનો ૧૦૦ ટકા ઉપયોગ કરીને ૧.૮૫ કિલોમીટર લાંબી ૪ લેનની સડક બનાવી છે. સંપૂર્ણપણે પ્રોસેસ કરેલા સ્ટીલ સ્લૅગમાંથી બનેલી આ વિશ્વની સૌથી લાંબી સડક હોવાથી એનું નામ સીધું ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્‍સમાં નોંધાઈ ગયું છે.
‘વેસ્ટ ટુ વેલ્થ’ (કચરામાંથી કંચન)ના વિચારને સાકાર કરતો આ પ્રોજેક્ટ દેશભરમાં ભારે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
આ અનોખા રસ્તાના નિર્માણમાં વૈજ્ઞાનિક પદ્ધતિ અને ટેક્નૉલૉજીનો અદ્ભુત સમન્વય જોવા મળ્યો છે. આ રસ્તાના નિર્માણમાં આશરે બે લાખ ટન પ્રોસેસ કરેલા સ્ટીલ સ્લૅગનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેને કારણે કુદરતી પથ્થરોના ખનન (માઇનિંગ) પરની નિર્ભરતા પૂરી થઈ છે.
આ સડક માત્ર દેખાવ પૂરતી નથી, ભારે કમર્શિયલ ટ્રકો અને ટ્રેલરોની અવરજવર સરળતાથી ઝીલી શકે એટલી મજબૂત બનાવવામાં આવી છે.
પરંપરાગત રસ્તાઓની સરખામણીએ આ સડક લગભગ ૩૫ ટકા પાતળી છે અને એના નિર્માણખર્ચમાં આશરે ૪૦ ટકા જેટલી મોટી બચત થઈ છે.


Whatsapp-channel Whatsapp-channel

14 September, 2026 10:49 AM IST | raigarh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK