Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > કિંગ ચાર્લ્સના રાજ્યાભિષેકની પહેલી વર્ષગાંઠ નિમિત્તે ૪૧ તોપોની સલામી

કિંગ ચાર્લ્સના રાજ્યાભિષેકની પહેલી વર્ષગાંઠ નિમિત્તે ૪૧ તોપોની સલામી

08 May, 2024 09:39 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ માઇલસ્ટોનની ઉજવણી માટે કોઈ ઑફિશ્યલ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું નહોતું

પ્રતીકાત્મક તસવીર

અજબ ગજબ

પ્રતીકાત્મક તસવીર


બ્રિટનના કિંગ ચાર્લ્સની તાજપોશીને એક વર્ષ પૂરું થયું એ નિમિત્તે ૬ મેએ લંડનના ગ્રીનપાર્કમાં ૪૧ તોપોની સલામી આપવામાં આવી હતી. ગ્રીનપાર્કમાં ૭૧ ઘોડા પ્રથમ વિશ્વયુદ્ધના સમયની ૧૩-પાઉન્ડર ફીલ્ડ ગન સાથે પહોંચ્યા હતા. એ ઉપરાંત ટાવર ઑફ લંડન, સ્કૉટલૅન્ડના એડિનબર્ગ કૅસલ, વેલ્સના કાર્ડિફ કૅસલ અને નૉર્ધર્ન આયરલૅન્ડમાં હિલ્સબોરો કૅસલ ખાતે ૬૨ તોપોની સલામી અપાઈ હતી. જોકે આ માઇલસ્ટોનની ઉજવણી માટે કોઈ ઑફિશ્યલ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું નહોતું, કારણ કે કિંગ ચાર્લ્સ માટે આ વર્ષ મુશ્કેલ સાબિત થયું હતું. કૅન્સરનું નિદાન થયા બાદ તેઓ તાજેતરમાં ફરજ પર પાછા ફર્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

08 May, 2024 09:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK