જેસિકા ક્વીનને ૮ વર્ષની વયે બોન કૅન્સર ઑસ્ટિયોસાર્કોમા થતાં તેનું જીવન બચાવવા માટે પગનો ઘૂંટણથી ઉપરનો ભાગ કાપીને નકલી પગ બેસાડવો પડ્યો હતો
જેસિકા ક્વીન
ભગવાને આપેલા શરીરમાં નકલી હિસ્સો જોડવાથી જીવન ભલે સામાન્ય રીતે જીવી શકાતું હોય, પરંતુ એક ખોટ તો રહી જ જાય છે, જે આખી જિંદગીને સામાન્યમાંથી અસામાન્ય બનાવી દે છે.
જેસિકા ક્વીનને ૮ વર્ષની વયે બોન કૅન્સર ઑસ્ટિયોસાર્કોમા થતાં તેનું જીવન બચાવવા માટે પગનો ઘૂંટણથી ઉપરનો ભાગ કાપીને નકલી પગ બેસાડવો પડ્યો હતો. જોકે બાળપણથી જ જેસિકા લડાયક જુસ્સો ધરાવતી હોવાથી આટલી મોટી ઘટના છતાં જીવન પ્રત્યેનો તેનો અભિગમ સકારાત્મક રહ્યો છે.
ADVERTISEMENT
નકલી પગ છતાં તે પોતાનાં મોટા ભાગનાં કામ સામાન્ય માનવીની જેમ જ પાર પાડતી હતી. હવે તેના વાણી અને વર્તન લોકો માટે પ્રેરણારૂપ બની રહ્યાં છે. ઘૂંટણથી ઉપરનો હિસ્સો નકલી બેસાડવાને પગલે તેના પગનો ઘૂંટણની નીચેનો ભાગ ટેકા તરીકે કામ આપે છે.
શરૂઆતમાં તેની તકલીફને ડૉક્ટરોએ સામાન્ય ફ્રૅક્ચર માની લીધું હતું, પરંતુ પછીથી તેમને હાલત ગંભીર હોવાનું જણાયું હતું. ડૉક્ટરે ટેસ્ટ કરતાં તેને કૅન્સર હોવાનું નિદાન થયું હતું.
શરૂઆતમાં ડૉક્ટરે તેને કીમો થેરપીનાં સેશન્સ ચાલુ કર્યાં હતાં, પરંતુ જ્યારે તેનું વજન ૧૮ કિલો જેટલું ઘટી ગયું ત્યારે ડૉક્ટરે તેનો પગ કાપવાનો નિર્ણય લીધો. હકીકતમાં જેસિકાના દુર્લભ કૅન્સરે તેની ફિમરને એટલી હદે નબળી પાડી હતાં કે એ તૂટી જતાં તેની જાંઘના હાડકાને હટાવીને કૃત્રિમ અંગ બેસાડવું પડ્યું.
હકીકતમાં તકલીફોથી છુટકારો મેળવવાનો આ એકમાત્ર રસ્તો હોવાથી તેણે પગ કપાવીને નકલી અંગ બેસાડ્યું હતું.

