યુવતીના પરિવારજનોએ બધી તૈયારી કરી રાખી હતી અને મહેમાનો પણ આવી ગયા હતા
અજબ ગજબ
વાઇરલ વિડિયોની તસવીર
ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં સાસરિયાં તરફથી દહેજમાં હ્યુન્દાઇ ક્રેટા ન મળતાં દુલ્હાએ છેલ્લી ઘડીએ લગ્ન કરવાની ના પાડી દીધી હતી. આમિર આલમ નામના યુવકે તેનાં સાસરિયાં પાસે હ્યુન્દાઇ ક્રેટા માગી હતી. લગ્નના દિવસે આમિર બારાત લઈને નીકળ્યો ત્યારે તેને ખબર પડી કે છોકરીનાં માતા-પિતા ક્રેટાને બદલે વૅગનઆર આપવાનાં છે એટલે તેણે ત્યાં જ બારાત અટકાવીને લગ્ન કૅન્સલ કરી દીધાં હતાં. યુવતીના પરિવારજનોએ બધી તૈયારી કરી રાખી હતી અને મહેમાનો પણ આવી ગયા હતા ત્યારે યુવકના આવા નિર્ણયથી સૌ ભાંગી પડ્યા હતા. આ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો જેમાં સજીધજીને બેઠેલી દુલ્હને પોતાને માટે ન્યાયની માગણી કરી હતી.