શનિવારે બપોરે બ્રિટનમાં ડૉનકાસ્ટર પાસે આવેલા યૉર્કશર વાઇલ્ડલાઇફ પાર્કમાં વાઘના વાડામાં એક માણસ ઘૂસી ગયો હતો. જ્યારે તે ઘૂસ્યો ત્યારે કેટલાક સહેલાણીઓ ઑલરેડી ત્યાં હતા. જોકે એ યુવકને રોકી શકાયો નહોતો.
વાઇલ્ડલાઇફ પાર્કમાં એક માણસ ટાઇગરના એન્ક્લોઝરમાં ઘૂસ્યો, વાઘે તેને ફાડી ખાધો
શનિવારે બપોરે બ્રિટનમાં ડૉનકાસ્ટર પાસે આવેલા યૉર્કશર વાઇલ્ડલાઇફ પાર્કમાં વાઘના વાડામાં એક માણસ ઘૂસી ગયો હતો. જ્યારે તે ઘૂસ્યો ત્યારે કેટલાક સહેલાણીઓ ઑલરેડી ત્યાં હતા. જોકે એ યુવકને રોકી શકાયો નહોતો. વાઘે તેના પર હુમલો કરતાં તે નીચે પડી ગયો હતો. એ પછી પણ વાઘે તેને પીંખવાનું ચાલુ રાખતાં તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. પાર્કના અધિકારીઓએ તરત જ ઇમર્જન્સી રિસ્પૉન્સ આપ્યો હતો, પરંતુ તેઓ બચાવકાર્ય શરૂ કરી શકે એ પહેલાં જ પેલા માણસનો જીવ નીકળી ગયો હતો. આ પાર્ક ૨૦૦૯માં ખૂલ્યો હતો અને એમાં લૅન્ડ ઑફ ટાઇગર નામનો આ એરિયા ૨૦૧૧માં શરૂ કરવામાં આવ્યો હતો. ટાઇગરનું એન્ક્લોઝર બે એકર વિસ્તારમાં ફેલાયેલું છે.
