ડિવાઇસમાં બૅટરી, ફ્રીક્વન્સી જનરેટર, ઍમ્પ્લિફાયર અને સ્પીકર વપરાય છે. ઍન્જેલાએ અત્યાર સુધી પ્રયોગો કરીને પાંચ પ્રકારનાં ડિવાઇસ તૈયાર કર્યાં છે જે નાની આગની જ્વાળાઓને તરત શમાવી દે છે અને સ્મૉલ અગ્નિશામક તરીકે કામ આપી શકે છે.
૧૭ વર્ષની ઍન્જેલા કરીમ હર્નાડેર્ઝે એવું ડિવાઇસ તૈયાર કર્યું છે જે અવાજની મદદથી આગ બુઝાવી શકે છે.
સામાન્ય રીતે આગ લાગે અથવા તો કોઈ કટોકટીભરી સ્થિતિ સરજાય ત્યારે લોકો સ્વાભાવિકપણે બચાવ માટે બૂમો પાડતા હોય છે. જો આ અવાજ ચોક્કસ ફ્રીક્વન્સીનો હોય તો આગ બુઝાવવામાં મદદરૂપ થઈ શકે છે એવો મેક્સિકોની એક ટીનેજરે દાવો કર્યો છે. ૧૭ વર્ષની ઍન્જેલા કરીમ હર્નાડેર્ઝે એવું ડિવાઇસ તૈયાર કર્યું છે જે અવાજની મદદથી આગ બુઝાવી શકે છે. આ પ્રોજેક્ટ માટે ટીનેજરને ઇન્ડોનેશિયામાં યોજાયેલા ઇન્ટરનૅશનલ સાયન્સ ઍન્ડ ઇન્વેન્શન ફેરમાં ગોલ્ડ મેડલ મળ્યો છે. ઍન્જેલાએ તેના અંકલ જોસ આર્તુરોની મદદથી વૉર્ટેક્સ ટેક નામનું ડિવાઇસ બનાવ્યું છે જે ૩૦ હર્ટ્સની ખૂબ જ લો-ફ્રીક્વન્સીના સાઉન્ડ-વેવ્સ છોડે છે. આ તરંગોથી હવામાં હલચલ પેદા થાય છે જેનાથી નાની આગ તરત બુઝાઈ શકે છે. આ ડિવાઇસમાં બૅટરી, ફ્રીક્વન્સી જનરેટર, ઍમ્પ્લિફાયર અને સ્પીકર વપરાય છે. ઍન્જેલાએ અત્યાર સુધી પ્રયોગો કરીને પાંચ પ્રકારનાં ડિવાઇસ તૈયાર કર્યાં છે જે નાની આગની જ્વાળાઓને તરત શમાવી દે છે અને સ્મૉલ અગ્નિશામક તરીકે કામ આપી શકે છે. અલબત્ત, એને અગ્નિશામકના રિપ્લેસમેન્ટ તરીકે વાપરવાની હજી માન્યતા મળી નથી.
