ચાર સભ્યોનો પરિવાર કૉન્જેનિટલ જનરલાઇઝ્ડ હાયપરટ્રાયકોસિસ નામની અત્યંત રૅર જિનેટિક કન્ડિશન ધરાવે છે જેમાં શરીર પર વધુ પડતા વાળ ઊગે છે.
અજબ ગજબ
વિક્ટર લેરી ગોમેઝ અને તેમનો પરિવાર
શરીર પરની રુવાંટી ઘણા લોકોને પસંદ નથી હોતી અને આજે તો એને દૂર કરવા માટે લેસર ટ્રીટમેન્ટ પણ ઉપલબ્ધ છે. જોકે મેક્સિકોના એક રુવાંટીદાર પરિવારે તો બૉડીહેરને કારણે વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે. વિક્ટર લેરી ગોમેઝ અને તેમના પરિવારને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સ દ્વારા ‘વિશ્વનો સૌથી રુવાંટીદાર પરિવાર’નો ખિતાબ આપવામાં આવ્યો છે.
ચાર સભ્યોનો પરિવાર કૉન્જેનિટલ જનરલાઇઝ્ડ હાયપરટ્રાયકોસિસ નામની અત્યંત રૅર જિનેટિક કન્ડિશન ધરાવે છે જેમાં શરીર પર વધુ પડતા વાળ ઊગે છે. ગોમેઝ પરિવારના પુરુષોનું હથેળી અને પગના તળિયાને બાદ કરતાં ૯૮ ટકા શરીર વાળથી ભરાયેલું છે, તો મહિલાઓનાં શરીર પર ઓછાથી મધ્યમ પ્રમાણમાં વાળ ઊગે છે. ગોમેઝ-ફૅમિલીની આ કન્ડિશનનો અભ્યાસ કરતાં વૈજ્ઞાનિકોએ શોધ્યું કે આવું એક્સ ક્રૉમોસોમને લીધે હોઈ શકે છે. વિક્ટર ગોમેઝે કહ્યું કે આ કન્ડિશન સાથે સમાજમાં રહેવું બિલકુલ સરળ નહોતું, પણ હવે અમે પોતાની આ વિશિષ્ટતાને પ્રેમ કરતાં શીખી ગયાં છીએ.