રવિવારે સવારે પોલીસે તરવૈયાઓની મદદથી શરીરે ગંભીર ઈજા સાથેનો બાળકનો મૃતદેહ શોધી કાઢ્યો હતો.
અજબ ગજબ
પ્રતીકાત્મક તસવીર
કર્ણાટકમાં શનિવારે એક શૉકિંગ ઘટના બની હતી. રાજ્યના દંડેલી તાલુકામાં ૨૬ વર્ષની મહિલાએ જન્મથી જ બોલી ન શકતા ૬ વર્ષના દીકરાને નદીમાં ફેંકી દીધો હતો. આ નદીમાં સંખ્યાબંધ મગરનો વસવાટ છે. પોલીસે જણાવ્યા પ્રમાણે પતિ સાથે ઝઘડો થયા બાદ મહિલાએ આ આઘાતજનક પગલું ભર્યું હતું. આ તેમનો મોટો દીકરો હતો. મહિલાને બે વર્ષની વયનો એક બીજો પુત્ર પણ છે. જન્મથી બોલી ન શકતા દીકરાને લઈને પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. શનિવારે આ મુદ્દે વધુ એક વખત ઉગ્ર બોલાચાલી થયા બાદ મહિલાએ દીકરાને નદીમાં ફેંકી દીધો હતો. રવિવારે સવારે પોલીસે તરવૈયાઓની મદદથી શરીરે ગંભીર ઈજા સાથેનો બાળકનો મૃતદેહ શોધી કાઢ્યો હતો.