Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > કોઈ પણ માળ અને ટેરેસ સુધી ગાડી લઈ જઈ શકાય એવો બિહારી બંગલો વેચવાનો છે

કોઈ પણ માળ અને ટેરેસ સુધી ગાડી લઈ જઈ શકાય એવો બિહારી બંગલો વેચવાનો છે

Published : 14 September, 2026 10:55 AM | IST | Muzaffarpur
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુઝફ્ફરપુરની ડૉલર વિલા પોતાની અનોખી રચનાને કારણે ચર્ચામાં છે. અહીં ખાસ રૅમ્પ પરથી કાર સીધી બીજા-ત્રીજા માળે બેડરૂમની બાજુમાં અને રૂફટૉપ સુધી જઈ શકે છે. અમેરિકામાં રહેતા અજય સિંહનો આ બંગલો ₹35 કરોડમાં વેચાણ માટે છે.

મુઝફ્ફરપુર ડૉલર વિલા

મુઝફ્ફરપુર ડૉલર વિલા


બિહારના મુઝફ્ફરપુર જિલ્લાના રામદયાલુ વિસ્તારમાં આવેલી પ્રસિદ્ધ ડૉલર વિલા ચર્ચામાં છે. સામાન્ય રીતે લોકો ગાડી ગ્રાઉન્ડ ફ્લોરના પાર્કિંગમાં મૂકતા હોય છે, પરંતુ આ અનોખા બંગલામાં ગાડી સીધી રૅમ્પ પરથી ચડીને બીજા અને ત્રીજા માળે સ્થિત બેડરૂમની બિલકુલ બાજુમાં જઈને પાર્ક થાય છે.
અમેરિકામાં સ્થાયી થયેલા અજય સિંહે બનાવેલો આ આલીશાન બંગલો હવે ૩૫ કરોડ રૂપિયામાં વેચાણ માટે મૂકવામાં આવ્યો છે. ૧૯૮૭થી અમેરિકામાં પરફ્યુમનો બિઝનેસ કરતા અજય સિંહે પોતાના વતન મુઝફ્ફરપુરમાં ૨૦૧૨થી ૨૦૧૬ દરમ્યાન કરોડોના ખર્ચે અમેરિકન હાઉસ અને ડૉલર વિલા તરીકે જાણીતું આ ડ્રીમ-હાઉસ બનાવ્યું હતું: બંગલાનું સૌથી મોટું આકર્ષણ એનો સ્પેશ્યલ રૅમ્પ છે જેના દ્વારા ગાડી સીધી ચડીને કોઈ પણ માળ પર તેમ જ રૂફટૉપ સુધી જઈ શકે છે.
સ્થાનિક લોકો માટે આ બંગલો કોઈ અજાયબીથી કમ નથી. લોકો આજે પણ આ બંગલાની બહાર ઊભા રહીને સેલ્ફી લેતા હોય છે. આ લોકેશન પર ભોજપુરી ફિલ્મો અને અનેક સુપરહિટ મ્યુઝિક-વિડિયોનું શૂટિંગ પણ થઈ ચૂક્યું છે. એવી ચર્ચા છે કે ભારતીય ક્રિકેટખેલાડી વૈભવ સૂર્યવંશીના પિતાએ પણ આ પ્રૉપર્ટી ખરીદવામાં રસ દાખવ્યો છે. 


Whatsapp-channel Whatsapp-channel

14 September, 2026 10:55 AM IST | Muzaffarpur | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK