Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > આ ભાઈનું KYC કરવા હાથેથી આંખો પહોળી કરીને કીકી સ્કૅન કરવી પડી

આ ભાઈનું KYC કરવા હાથેથી આંખો પહોળી કરીને કીકી સ્કૅન કરવી પડી

Published : 16 August, 2026 04:31 PM | IST | Kohima
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નાગાલૅન્ડમાં KYC દરમિયાન એક વ્યક્તિની આંખોનું સ્કેનિંગ કરવામાં મુશ્કેલી પડી હતી. અનેક પ્રયાસો બાદ આસપાસના લોકો અને કર્મચારીઓની મદદથી આંખો પહોળી કરીને સ્કેનિંગ કરવામાં આવ્યું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

આ ભાઈનું KYC કરવા હાથેથી આંખો પહોળી કરીને કીકી સ્કૅન કરવી પડી

આ ભાઈનું KYC કરવા હાથેથી આંખો પહોળી કરીને કીકી સ્કૅન કરવી પડી


KYC એટલે કે નો યૉર કસ્ટમર માટેની પ્રક્રિયા દરમ્યાન દરેક વ્યક્તિની આંખોની કીકીનું સ્કૅનિંગ કરવું પડે છે. જોકે નાગાલૅન્ડમાં એક ભાઈની આંખો કેમેય સ્કૅન જ નહોતી થઈ રહી. ખૂબ મહેનત કર્યા પછી પણ ઓળખ માટે આંખોનું સ્કૅનિંગ ન થઈ શક્યું એટલે આસપાસના લોકોએ હાથેથી આ ભાઈની પાંપણો ખેંચીને આંખો પહોળી કરી હતી. 
નૉર્થઈસ્ટના લોકોની આંખો ઝીણી હોય છે, પરંતુ આ ભાઈની આંખો તો એટલી ઝીણી હતી કે કૅમેરા સામે આંખો પૂરી ખોલવા માટે પણ બે માણસોએ ભ્રમર અને ગાલને ખેંચીને તંગ કરવા પડ્યા હતા. એ પછી પણ ન થતાં કૅમેરામાં સ્કૅનિંગ કરી રહેલા વ્યક્તિએ પણ આંખોને પહોળી કરવામાં મદદ કરી. ખાસ્સી મથામણ પછી સ્કૅનિંગ શક્ય બન્યું હતું. નાગાલૅન્ડના એક પ્રધાને આ વિડિયો સોશ્યલ મીડિયામાં શૅર કરીને લખ્યું હતું, ખરેખર આ મુશ્કેલી બહુ મોટી છે.  


Whatsapp-channel Whatsapp-channel

16 August, 2026 04:31 PM IST | Kohima | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK