ટેક્નૉલૉજી અને રોબોના ક્ષેત્રે ખાસ્સું ખેડાણ કરી ચૂકેલા સાઉથ કોરિયામાં હવે એનો સમન્વય ફૅશન સાથે થઈ રહ્યો છે
પ્રતીકાત્મક તસવીર
ટેક્નૉલૉજી અને રોબોના ક્ષેત્રે ખાસ્સું ખેડાણ કરી ચૂકેલા સાઉથ કોરિયામાં હવે એનો સમન્વય ફૅશન સાથે થઈ રહ્યો છે. તાજેતરમાં ગૅલૅક્સી કૉર્પોરેશન નામની કંપનીએ રોબોઝની ફૅશનનો કાર્યક્રમ યોજ્યો હતો. એ ઇવેન્ટ જાણે સાયન્સ-ફિક્શન ફૅશન-શો હોય એવું જણાતું હતું, કેમ કે એમાં રોબો અને માણસોની પેર બનાવવામાં આવી હતી. રોબો અને માણસે લગભગ એકસરખી ડિઝાઇનવાળાં કપડાં પહેરીને રૅમ્પવૉક કર્યું હતું. રોબો જે પ્રકારની મૂવમેન્ટ કરતો હતો લગભગ એવી જ મૂવમેન્ટ તેનો પાર્ટનર હ્યુમન મૉડલ પણ કરતો હતો. બન્ને પાર્ટનર એકસરખાં કૉસ્ચ્યુમ્સ અને એકસરખી સ્ટાઇલમાં સ્ટેજ પર ચાલતા હતા એ નજારો શાનદાર હતો. રોબોઝ પણ જાણે અનુભવી મૉડલ્સ હોય એમ મટકી-મટકીને ચાલતા અને પાછું વળીને પોઝ પણ આપતા હતા.
