અધિકારીએ ભવિષ્યમાં મદદરૂપ બનવા માટે વિવેક બતાવ્યો હોય એવું પણ બની શકે છે.
લાઇફ મસાલા
વાઇરલ વિડિયોની તસવીર
દિલ્હી ઍરપોર્ટથી પોતાના દેશ જઈ રહેલી દિનારા નામની એક રશિયન મહિલાએ દાવો કર્યો હતો કે તેની ટિકિટ પર પાસપોર્ટ કન્ટ્રોલ ઑફિસરે પોતાનો ફોન નંબર લખ્યો હતો અને ફરી ભારત આવે તો કૉલ કરવા જણાવ્યું હતું. યુવતી કન્ટેન્ટ-ક્રીએટર હોવાથી તેનો આ વિડિયો ઘણા લોકો સુધી પહોંચ્યો હતો. દિનારાએ વિડિયોમાં કહ્યું કે ‘આ કેવું વર્તન! હું ચોંકી ગઈ છું.’
આ વિડિયો પર કેટલાક યુઝર્સે પાસપોર્ટ કન્ટ્રોલ ઑફિસરના વર્તનને અયોગ્ય ગણાવ્યું હતું, તો કોઈકે લખ્યું કે આમાં ગેરસમજ થઈ હોઈ શકે છે, અધિકારીએ ભવિષ્યમાં મદદરૂપ બનવા માટે વિવેક બતાવ્યો હોય એવું પણ બની શકે છે.