ડૉક્ટર્સનું કહેવું છે કે આ થેરપીને કારણે દરદીઓમાં સ્ટ્રેસ ઓછું થાય છે અને તેઓ સારું ફીલ કરે છે.
અજબગજબ
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
સ્પેનના બાર્સેલોના શહેરની હૉસ્પિટલમાં દરદીઓની સારવાર માટે એક અનોખો પ્રયોગ થઈ રહ્યો છે. દરદીને સાજા થવામાં ડૉક્ટરો સાથે થેરપી-ડૉગની પણ મદદ લેવામાં આવે છે. હૉસ્પિટલમાં ઇન્ટેન્સિવ કૅર યુનિટ (ICU)માં રાખવામાં આવતા દરદીઓ માટે આ થેરપી અજમાવવામાં આવે છે. એના ભાગરૂપે દર સપ્તાહે બે મળીને કુલ ૧૭ સેશન યોજાય છે. ડૉક્ટર્સનું કહેવું છે કે આ થેરપીને કારણે દરદીઓમાં સ્ટ્રેસ ઓછું થાય છે અને તેઓ સારું ફીલ કરે છે. આ થેરપી માટે શાંત પ્રકૃતિ ધરાવતા ડૉગ્સની મદદ લેવામાં આવે છે અને એ માટે ખાસ પ્રકારની ટ્રેઇનિંગ પણ અપાય છે.