Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > હાથના પંજાની પાછળના ભાગ પર સૌથી વધુ ઈંડાં બૅલૅન્સ કરવાનો રેકૉર્ડ

હાથના પંજાની પાછળના ભાગ પર સૌથી વધુ ઈંડાં બૅલૅન્સ કરવાનો રેકૉર્ડ

28 November, 2021 01:35 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અહીં ઇરાકના ઇબ્રાહિમ સાદેક નામના એક યુવકે હાથની પાછળના હિસ્સા પર ઈંડાં બૅલૅન્સ કરવાની કોશિશ કરીને એકસાથે ૧૮ ઈંડાં બૅલૅન્સ કર્યાં હતાં.

હાથના પંજાની પાછળના ભાગ પર સૌથી વધુ ઈંડાં બૅલૅન્સ કરવાનો રેકૉર્ડ

હાથના પંજાની પાછળના ભાગ પર સૌથી વધુ ઈંડાં બૅલૅન્સ કરવાનો રેકૉર્ડ


ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સ્થાન મેળવનાર અસંખ્ય વિડિયો ગિનેસ બુક દ્વારા એના ઇન્સ્ટાગ્રામ-પેજ પર મૂકવામાં આવે છે. તાજેતરમાં ગિનેસ વર્લ્ડ રેકૉર્ડના ઇન્સ્ટાગ્રામ-પેજ પર એક વિડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે, જેમાં એક યુવક તેના હાથના પાછળના હિસ્સા પર ઈંડાં બૅલૅન્સ કરે છે. તેણે હાથના પાછળના હિસ્સા પર એકસાથે ૧૮ ઈંડાં બૅલૅન્સ કર્યાં હતાં. 
ગિનેસ બુકના ઇન્સ્ટાગ્રામના આ પેજ પર મિડલ ઈસ્ટના લોકોએ સર્જેલા વિડિયો સમર્પિત છે. અહીં ઇરાકના ઇબ્રાહિમ સાદેક નામના એક યુવકે હાથની પાછળના હિસ્સા પર ઈંડાં બૅલૅન્સ કરવાની કોશિશ કરીને એકસાથે ૧૮ ઈંડાં બૅલૅન્સ કર્યાં હતાં. બે દિવસ પહેલાં પોસ્ટ કરાયેલા આ વિડિયોને અત્યાર સુધી ૨૭૦૦ લાઇક્સ મળી છે.


Whatsapp-channel Whatsapp-channel

28 November, 2021 01:35 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK