એક માણસે સોશ્યલ મીડિયા પર વિડિયો મૂકીને તેણે તૈયાર કરેલા મચ્છરોના વિચિત્ર કબ્રસ્તાનથી લોકોને પરિચિત કરાવ્યા હતા.
વાઇરલ તસવીર
એક માણસે સોશ્યલ મીડિયા પર વિડિયો મૂકીને તેણે તૈયાર કરેલા મચ્છરોના વિચિત્ર કબ્રસ્તાનથી લોકોને પરિચિત કરાવ્યા હતા. વિડિયોમાં તેણે એક બુક દેખાડી છે. એનાં પાનાંઓ પર મરેલા મચ્છરોને લાઇનમાં ચોંટાડવામાં આવ્યા છે અને નીચે તારીખ લખવામાં આવી છે (એટલે કે એ તારીખે મચ્છરને મારવામાં આવ્યો હતો). વિડિયોમાં પહેલાં તે આંગળી પર ચોંટેલા મરેલા મચ્છરને બતાવે છે, પછી મચ્છરોના કબ્રસ્તાન જેવી એ બુકનાં પાનાં એક પછી એક ફેરવે છે અને લાઇનમાં આગળ આવતી ખાલી જગ્યામાં આંગળી પર રહેલો-મરેલો મચ્છર ચોંટાડે છે. આ પોસ્ટ સાથે યુઝરે કૅપ્શનમાં ધુરંધરનો ફેમસ ડાયલૉગ લખ્યો છે, ‘રહમાન ડકૈત કી દી હુઈ મૌત બડી કસાઈનુમા હોતી હૈ.’


